નવી દિલ્હીઃ દેશ-દુનિયામાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. દેશમાં આજે કોરોનાથી સંક્રમિતોની સંખ્યા વધીને 11933 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, સાંજે સાડા પાંચ વાગ્યા સુધીમાં 392 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે સારા સમાચાર એ પણ છે કે, 1344 દર્દીઓ સાજા થઈ ગયા છે.


દેશમાં સૌથી વધુ કોરોના કેસ મહારાષ્ટ્રમાં છે. અહીં 2687 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેમાંથી 259 લોકો સ્વસ્થ થઈ ગયા છે અને 178 લોકોનાં મોત થઈ ગયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં 170 હોટસ્પોટ જિલ્લા જાહેર કર્યા છે, જ્યાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા વધારે છે. આ સિવાય કોરોના સંક્રમણના પ્રભાવિત 207 એવા જિલ્લા પણ ચિન્હિત કર્યા છે, જે હોટસ્પોટ નથી પરંતુ સંક્રમણના વધારાને જોતાં આ જિલ્લાઓને સંભવિત હૉટસ્પોટની શ્રેણીમાં રાખવામાં આવી શકે છે.