બંને સંસ્થાઓના કહેવા પ્રમાણે 24 દેશોમાં ઓરીની રસી આપવાનું અભિયાન પહેલાથી જ વિલંબમાં ચાલી રહ્યું છે. પરંતુ હવે કોરોના વાયરસની મહામારીના કારણે તેને સ્થગિત કરી દેવામાં આવશે. યુનિસેફના રિપોર્ટમાં જણાવાયું છે કે 37 દેશમાં 11.7 કરોડથી વધારે બાળકો આ કારણે પ્રભાવિત થઈ ચુક્યા છે. જેમાંથી મોટાભાગના દેશો ઓરીના પ્રકોપવાળા દેશોમાં રહે છે.
વિશ્વભરના સલાહકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી નવી ગાઇડલાઇંસમાં આ વાતનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં કોવિડ-19 મહામારી દરમિયાન ઓરીથી પ્રભાવિત દેશોમાં રસી અભિયાન ચાલુ રાખવામાં મદદ કરવાનો લક્ષય છે.
કોરોના વાયરસના કારણે હાલ વિશ્વભરમાં 19 લાખથી વધારે લોકો સંક્રમિત છે. આ જીવલેણ વાયરસથી મૃતકોની સંખ્યા સવા લાખને પાર કરી ગઈ છે.