સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 708 લોકોના મોત થયા છે અને 49,931 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 13,35,453 પર પહોંચી છે અને 32,771 લોકોના મોત થયા છે. 9,17,568 લોકો સાજા થઈ ગયા છે અને 4,85,114 એક્ટિવ કેસ છે.
કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ બાદ કોરોના મહામારીથી સૌથી વધારે ભારત પ્રભાવિત છે. ભારતથી વધારે મામલા અમેરિકા અને બ્રાઝીલમાં છે. એક દિવસમાં સૌથી વધારે મામલા અમેરિકા બાદ ભારતમાં નોંધાઈ રહ્યા છે. અમેરિકા અને બ્રાઝીલમાં 24 કલાકમાં ક્રમશઃ 445 અને 556 લોકોના મોત થયા છે. જ્યારે ભારતમાં 708 લોકોના મોત થયા છે.
ભારતમાં મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. મહારાષ્ટ્રમાં 3,75,799 કેસ નોંધાયા છે. જે પછી તમિલનાડુમાં 2,13,723, દિલ્હીમાં 1,30,606, કર્ણાટકમાં 96,141 આંધ્રપ્રદેશમાં 96298, ઉત્તરપ્રદેશમાં 66,988, પશ્ચિમ બંગાળમાં 58,718, ગુજરાતમાં 55,822, તેલંગાણામાં 54,059,ગુજરાતમાં 55,822, તેલંગાણામાં 54,059, બિહારમાં 39,176, રાજસ્થાનમાં 35,909, આસામમાં 32,228, હરિયાણામાં 31,332 કેસ નોંધાયા છે.