નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો કેર સતત વધી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે 445 લોકોના મોત થયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, ભારતમાં કોરોના વાયરસથી મૃતકોની કુલ સંખ્યા 4,25,282 પર પહોંચી છે અને 13,699 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 14,821 નવા મામલા સામે આવ્યા છે અને 445 લોકોના મોત થયા છે.

દેશમાં 2,37,196 દર્દી કરોના મુક્ત થઈ ગયા છે. રિકવરી રેટ 55.77 ટકા પર પહોંચી ગયો છે. કોરોના સંકટ વચ્ચે દેશમાં કોવિડ-19નું ટેસ્ટિંગ ઝડપી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોના રિકવરી રેટ 55.77 ટકા થયો છે. WHOના એક રિપોર્ટ પ્રમાણે, ભારતમાં પ્રતિ લાખ વસતિએ 30.04 કેસ છે, જ્યારે વિશ્વમાં આ એવરેજ તેનાથી ત્રણ ગણી 114.67 છે.



અમેરિકામાં પ્રતિ લાખ 671.24, જર્મનીમાં લાખ દીઠ 583.88, સ્પેનમાં પ્રતિ લાખ 526.22 કેસ છે.

દેશ ચીન સામે બે યુદ્ધ લડી રહ્યો છે, બંનેમાં આપણો વિજય થશેઃ કેજરીવાલ

હું ક્રિકેટર છું, રાજનેતા નહીં, સાનિયા મિર્ઝા સાથે લગ્નને લઈ શોએબ મલિકે જણાવી અનેક મહત્વની વાતો