નવી દિલ્હીઃ દેશમાં હાલ અનલોક-2 ચાલી રહ્યું છે. અનલોક-1ની શરૂઆત બાદ દેશમાં કોરોનાની મહામારી દિવસેને દિવસે વધુ ફેલાઈ રહી છે. ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 6.96 લાખથી વધારે થઈ ઘઈ છે. જેની સાથે કોરોના કેસના સંદર્ભમાં ભારત રશિયાને પાછળ રાખી વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 425 લોકોના મોત થયા છે અને 24,248 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6,97,143 પર પહોંચી છે અને 19,693 લોકોના મોત થયા છે. 4,24,433 લોકો સાજા થઈ ગયા છે અને 2,53,287 એક્ટિવ કેસ છે.



કયા રાજ્યમાં કેટલા મોત

મહારાષ્ટ્રમાં સૌથી વધારે મોત થયા છે. મહારાષ્ટ્રમાં 8822,  દિલ્હીમાં 3067, ગુજરાતમાં 1943, તમિલનાડુમાં 1510,  મધ્યપ્રદેશમાં 608,  આંધ્રપ્રદેશમાં 232, અરૂણાચલ પ્રદેશ 1, આસામમાં 14, બિહારમાં 95, ચંદીગઢમાં 6, છત્તીસગઢમાં 14, હરિયાણામાં 265, હિમાચલ પ્રદેશમાં 11, જમ્મુ-કાશ્મીરમાં 132, ઝારખંડમાં 19, કર્ણાટકમાં 372, કેરળમાં 25, મેઘાલયમાં 1, ઓડિશામાં 36, પુડ્ડુચેરીમાં 12, પંજાબમાં 164, રાજસ્થાનમાં 456, તેલંગાણામાં 295, ઉત્તરાખંડમાં 42, ઉત્તરપ્રદેશમાં 785 અને પશ્ચિમ બંગાળમાં 757 લોકોના મોત થયા છે.

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,06,619 પર પહોંચી છે. બીજા નંબર પર રહેલા તમિલનાડુમાં 1,11,151 પર સંક્રમિતોની સંખ્યા પહોંચી છે. દિલ્હીમાં 99,444, ગુજરાતમાં 36,037, તેલંગાણામાં 23,902, કર્ણાટકમાં 23,474, રાજસ્થાનમાં 20,164 સંક્રમિતો નોંધાયા છે.