સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 57,584 દર્દી ઠીક થઈ ગયા છે. જે સાજા થયેલા દર્દીઓનો અત્યાર સુધીનો સૌથી વધારે આંકડો છે. આ દરમિયાન 57,982 નવા મામલા સામે આવ્યા છે અને 941 લોકોના કરૂણ મોત થયા છે. આ દરમિયાન 7,31,697 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રિકવરી રેટ 72.51 ટકા અને મૃત્યુદર 1.92 ટકા છે. આઈસીએમઆરના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં ત્રણ કરોડથી વધારે સેમ્પલ લેવામાં આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોનાથી કુલ સંક્રમિતોની સંખ્યા 26,47,664 પર પહોંચી છે અને કુલ મૃત્યુઆંક 50,921 થયો છે. દેશમાં હાલ 6,76,900 એક્ટિવ કેસ છે અને 19,19,843 લોકો સાજા થઈ ગયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ અમેરિકામાં કોરનાથી મૃતકોની સંખ્યાને 50 હજાર સુધી પહોંચવામાં 23 દિવસ લાગ્યા હતા. બ્રાઝીલમાં 95 દિવ અને મેક્સિકોમાં 141 દિવસ લાગ્યા હતા. જ્યારે ભારતમાં 156 દિવસ લાગ્યા છે. મંત્રાલયના કહેવા મુજબ, કોરોના વાયરસ સંક્રમણના કારણે મરનારા લોકોમાંથી 70 ટકા પહેલાથી કોઈ બીમારીથી પીડાતા હતા.
દેશના આ મોટા રાજ્યએ 6 સપ્ટેમ્બર સુધી લંબાવ્યું લોકડાઉન, જાણો શું ખુલ્લુ રહેશે અને શું બંધ