નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા હવે 14 લાખ નજીક પહોંચી ગઈ છે અને મૃતકોની સંખ્યા 32 હજારને વટાવી ગઈ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 705 લોકોના મોત થયા છે અને 48,661 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 13,85,522 પર પહોંચી છે અને 32,063 લોકોના મોત થયા છે. 8,85,577 લોકો સાજા થઈ ગયા છે અને 4,67,882 એક્ટિવ કેસ છે.



કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ બાદ કોરોના મહામારીથી સૌથી વધારે ભારત પ્રભાવિત છે. જો 10 લાખ વસતી પર સંક્રમિત મામલા અને મૃત્યુદરની વાત કરવામાં આવે તો અન્ય દેશોની તુલનામાં ભારતની સ્થિતિ ઘણી સારી છે. ભારતથી વધારે મામલા અમેરિકા અને બ્રાઝીલમાં છે.

ભારતમાં મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. મહારાષ્ટ્રમાં 3,66,368 કેસ નોંધાયા છે. જે પછી તમિલનાડુમાં 2,06,737, દિલ્હીમાં 1,29,531, કર્ણાટકમાં 90,942 આંધ્રપ્રદેશમાં 88,671, ઉત્તરપ્રદેશમાં 63,742, ગુજરાતમાં 54,626, તેલંગાણામાં 52,466, પશ્ચિમ બંગાળમાં 56,377, રાજસ્થાનમાં 35,298 કેસ નોંધાયા છે.

દેશમાં એક ડઝન રાજ્યોમાં લદાયું વીકએન્ડ લોકડાઉન, જાણો ક્યા ક્યા રાજ્યોમાં બધું બંધ ?

ઉત્તર કોરિયામાં કોરોના વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો, કેસોંગ શહેરમાં લાદવામાં આવ્યું લોકડાઉન