નવી દિલ્હીઃ કોરોના વાયરસને ધ્યાનમાં રાખી રાજધાની દિલ્હીના વધુ ત્રણ વિસ્તારો કોરોના હોટસ્પોટ જાહેર કરાયા છે. જેમાં એ-30 માનસરોવર ગાર્ડન, રજૌરી, ગલી નંબર 1થી 10 મકાન, નંબર 1 થી 1000 સી બ્લોક જહાંગીરપુરી અને દેવલી એક્સટેન્શન સામેલ છે. આ વિસ્તારો બાદ હવે દિલ્હીમાં કુલ 33 હૉટસ્પોટ થઈ ગયા છે.
આ જગ્યા પર કોઈપણ વ્યક્તિ ઘરની બહાર નીકળી શકતા નથી કે બહારના વ્યક્તિ પ્રવેશી શકતા નથી. આ વિસ્તારમાં જરૂરી સામાન પણ સ્થાનિક તંત્રના સહયોગથી ઉપલબ્ધ કરાવાશે.
દિલ્હીમાં કોરોના સંક્રમિતોનો આંકડો 1000ને પાર
રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક હજારને પાર કરી ગઈ છે. દિલ્હીમાં કુલ 1069 કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જેમાંથી 19 લોકોના મોત થયા છે, જ્યારે 25 લોકો ઠીક થઈ ગયા છે.
કોરોના હૉટસ્પોટ જાહેર થયેલા વિસ્તારોમાં 100 ટકા લોકડાઉનનું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં કોઈપણ પ્રકારની દુકાન ખોલવાની મંજૂરી નથી. ઉપરાંત એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર પોલીસનો બંદોબસ્ત છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં કોરના સંક્રમિતોની સંખ્યા 8356 પર પહોંચી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં જ 909 કેસ નોંધાયા છે. કોરોનાથી મોતને ભેટનારા લોકોની સંખ્યા 273 પર પહોંચી છે. જ્યારે 715 લોકો કોરોનાથી ઠીક થઈ ગયા છે.b
વાંચોઃ કોરોનાવાયરસઃ PM મોદીના સંબોધનની દેશવાસીને રાહ, લોકડાઉન વધારવાની થઈ શકે જાહેરાત
દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક હજારને પાર, વધુ 3 હૉટસ્પોટ સીલ, કુલ 33 વિસ્તાર સંપૂર્ણ બંધ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Apr 2020 10:10 AM (IST)
કોરોના હૉટસ્પોટ જાહેર થયેલા વિસ્તારોમાં 100 ટકા લોકડાઉનનું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં કોઈપણ પ્રકારની દુકાન ખોલવાની મંજૂરી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -