તેલંગાણાના 6 લોકોના કોરોના વાયરસથી મોત બાદ નિઝામુદ્દીન મરકઝમાં રોકાયેલા તમામ લોકોને બહાર કાઢવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે આ મામલે FIR નોંધી છે અને મામલાની તપાસ દિલ્હી ક્રાઇમ બ્રાંચ કરશે.
મરકઝમાં સામેલ વિદેશી નાગરિકો ક્યાં રોકાયા હતા ?
હવે આ મામલે હવે નવો ખુલાસો થયો છે. જાણકારી મુજબ, અહીંયા બહાર કાઢવામાં આવેલા વિદેશી નાગરિકોમાંથી 157 લોકોએ દિલ્હીની 16 મસ્જિદોમાં આશરો લીધો હતો. સંક્રમણને વધતું અટકાવી શકાય તે માટે સરકાર હવે આ મસ્જિદની ઓળખ કરી છે. દિલ્હી પોલીસની સ્પેશલ બ્રાંચ આ 16 મસ્જિદોનું લિસ્ટ બહાર પાડ્યું છે.
ગુજરાતમાંથી કેટલા લોકોએ મરકઝમાં લીધો ભાગ ?
મરકઝમાં સામેલ આટલી મોટી સંખ્યામાં કોરોના વાયરસ મળી આવ્યા બાદ દેશના વિવિધ રાજ્યોમાંથી આ કાર્યક્રમમાં સામેલ થયેલા લોકોની શોધખોળ શરૂ કરી દેવામમાં આવી છે. ઉપરાંત તેમને Quarantineમાં રાખવા અને ટેસ્ટ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. મરકઝમાં ગુજરાતના સુરતમાંથી 76, ભાવનગરના 13 અને બોટાદના 4 લોકોએ ભાગ લીધો હોવાનું સામે આવ્યું છે.
તબલીગી જમાતની શું છે કામગીરી ?
તબલીગી જમાત સાથે જોડાયેલા ઉલેમાઓનો દાવો છે કે કોઈ સંગઠન કે અલગ વર્ગ નથી. તેમનું કામ માત્ર એટલું છે કે દરેક શહેર અને ગામે ફરીને લોકોને ઈસ્લામ પર સાચા માર્ગે ચાલવાની જાણકારી આપવી. સારા અને ખોટાના ફરકને સમજવાનો છે. વેપાર કે નોકરીમાંથી કરવામાં આવેલી કમાણીનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે જાણકારી પણ જમાત આપે છે. જમાત જે શહેર કે ગામમાં પણ જાય છે ત્યાં તેઓ હંમેશા મસ્જિદોમાં જ રોકાય છે.