નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના મામલા ફરીથી રેકોર્ડબ્રેક રીતે વધી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 93 હજારથી વધુ કેસ આવતાં હકકંપ મચી ગયો છે. જેને લઈ પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. જે બાદ દેશના અમુક રાજ્યોમાં ફરી લોકડાઉન લદાય તેવી અટકળો શરૂ થઈ છે. આ બેઠકમાં બધા સિનિયર ઓફિસર્સ, કેબિનેટ સેક્રેટરી, પ્રિન્સિપાલ સેક્રેટરી, હેલ્થ સેક્રેટરી, ડો. વિનોદ પૌલ હાજર છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 93,249 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 513 લોકોના મોત થયા છે. જોકે 60,048 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- એક કરોડ 24 લાખ 85 હજાર 509
કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 16 લાખ 29 હજાર 289
કુલ એક્ટિવ કેસ - છ લાખ 71 હજાર 597
કુલ મોત - એક લાખ 64 હજાર 1623
કુલ રસીકરણ - 7 કરોડ 30 લાખ 54 હજાર 295 ડોઝ આપવામાં આવ્યા.
સાત કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 7 કરોડ 59 લાખ 79 હજાર 651 ડોઝ આપવામાં આવ્યા છે. રિકવરી રેટના મામલે ભારતનો નંબર અમેરિકા બાદ આવે છે. જ્યારે મોતના મામલે અમેરિકા, બ્રાઝીલ અને મેક્સિકો બાદ ભારત ચોથા નંબર પર છે. દેશમાં કોરોનાનો મૃત્યુ દર 1.34 ટકા છે જ્યારે રિકવરી રેટ 94 ટકાથી વધારે છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 4.55 ટકા છે. કોરોના એક્ટિવ કેસના મામલે વિશ્વમાં ભારત 5માં સ્થાન પર છે.
Lockdown Updates: કોરોના બેકાબૂ, અનેક શહેરોમાં લોકડાઉન; શું દેશભરમાં ફરી લાદવામાં આવશે લોકડાઉન ?