નવી દિલ્હીઃ દેશ અને દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે સંક્રમણનો સૌથી વધારે ખતરો હોય તેવા 207 જિલ્લાને ચિહ્નિત કર્યા છે. આ ઉપરાંત દેશમાં કોરોના વાયરસના સંક્રમણની તીવ્રતાવાળા 170 હોટસ્પોટ જિલ્લાની ઓળખ કરી છે. આ ઉપરાંત સંક્રમણને રેડ ઝોન, ઓરંજ ઝોન અને ગ્રીન ઝોન એમ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે.

રેડ ઝોનવાળા જિલ્લામાં 170 હોટ સ્પોટ છે. જેમાં 123 જિલ્લામાં વધારે કેસ છે જ્યારે 47 જિલ્લામાં કલસ્ટર છે.
રેડ ઝોન જાહેર કરવામાં આવેલા વિસ્તારમાં જો 14 દિવસની અંદર એક પણ નવો કેસ ન આવે તો તેને ઓરેંજ ઝોન બદલી શકવામાં આવે છે.

ક્યા વિસ્તારમાં કયા છે રેડ ઝોન

આંધ્રપ્રદેશઃકુરનૂલ, ગુંટૂર, નેલ્લોર, પ્રકાશમ, કૃષ્ણા, વાઈએસઆર, પશ્ચિમ ગોદાવરી, ચિત્તૂર, વિશાખાપટ્ટનમ, પૂર્વ ગોદાવરી, અનંતપુર

દિલ્હીઃ દક્ષિણ દિલ્હી, શાહદરા, દક્ષિણ પૂર્વ, પશ્ચિમ દિલ્હી, ઉત્તર દિલ્હી, મધ્ય દિલ્હી, પૂર્વ દિલ્હી, નવી દિલ્હી, દક્ષિણ પશ્ચિમ દિલ્હી

ગુજરાતઃ અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ

હરિયાણાઃ નૂંહ, ગુડગાંવ, ફરિદાબાદ, પલવલ

બિહારઃ સિવાન

છત્તીસગઢઃ કોરબા

જમ્મુ અને કાશ્મીરઃ શ્રીનગર, બાંદીપોરા, બારામૂલા, જમ્મુ, ઉધમપુર, કુપવાડા

કર્ણાટકઃ બેંગ્લોર શહેર, મૈસુરી, બેલગાવી

કેરળઃ કાસરગોડ, કન્નૂર, એર્નાકુમ, મલપ્પુરમ, તિરુવનંતપુરમ, પઠાનમથિટ્ટા

મધ્યપ્રદેશઃ ઈન્દોર, ભોપાલ, ખરગોન, ઉજ્જૈન, હોશંગાબાદ

મહારાષ્ટ્રઃ મુંબઈ, પુણે, નાગપુર, સાંગલી, અહમદનગર, યવતમાલ, ઔરંગાબાદ, બુલઢાણા, થાણે, નાસિક

ઓડિશાઃ ખુર્દા

પંજાબઃ સાસનગર, એસબીએસ નગર, જાલંધર, પઠાનકોટ

રાજસ્થાનઃ જયપુર, ટોંક, જોધપુર, બાંસવાડા, કોટા, ઝૂંઝનુ, ભીલવાડા, જેસલમેર, બીકાનેર, ઝાલાવાડ, ભરતપુર

તમિલનાડુઃ ચેન્નઈ, તિરુચિરાપલ્લી, કોયંબટૂર, ઈરોડ, તિરુનેલવેલી, ડિંડીગુલ, વિલ્લુપુરમ, નામક્કલ, થેની, ચેંગલપટ્ટૂ, તિરુપ્પુર, વેલ્લોર, મદુરાઈ, ટુટિપોરિન, કરુર, વિરુધુનગર, કન્યાકુમારી, કુડુલોક, તિરુવલ્લુર, તિરુવરુર, સેલમ

તેલંગાણાઃ હૈદરાબાદ, નિઝામાબાદ, વારંગલ સિટી, રંગા રેડ્ડી, જોગુલંબાગડવાલ, મેડચલ મલ્કઝગિરી, કરીમનગર, નિર્મલ

ઉત્તરપ્રદેશઃ આગરા, ગૌતમબુદ્ધ નગર, મેરઠ, લખનઉ, ગાઝિયાબાદ, સહારનપુર, શામલી, ફિરોઝાબાદ, મુરાદાબાદ

પશ્ચિમબંગાળઃ કોલકાતા, હાવડા, પૂરબ મેદિનીપુર, 24 પરગના ઉત્તર

ઉત્તરાખંડઃ દેહરાદૂન

ચંદીગઢ