નવી દિલ્હીઃ ભારતના કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના કેટલાક જિલ્લામાં કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. આ સંદર્ભે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આજે આઠ રાજ્યોના સ્વાસ્થ્ય સચિવ, જિલ્લા અધિકારી, ચીફ મેડિકલ ઓફિસર અને સર્વેલંસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી હતી.


આઠ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોમાં આસામ, બિહાર, ઝારખંડ, કેરળ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને દિલ્હી સામેલ છે. આ આઠ રાજ્યોના 13 જિલ્લામાં ન માત્ર સંક્રમણના કેસ સામે આવ્યા છે પરંતુ મૃત્યુદર પણ વધારે છે. આ 13 જિલ્લા  આ પ્રમાણે છે.

- આસામમાં કામરૂપ મેટ્રોપોલિટન

- બિહારમાં પટના

- ઝારખંડમાં રાંચી

- કેરળમાં અલપ્પુઝા અને તિરુવનંતપુરમ

- ઓડિશામાં ગંજમ

- ઉત્તર પ્રદેશમાં લખનઉ

- પશ્ચિમ બંગાળમાં 24 પરગના ઉત્તર, હુગલી, હાવડા, કોલકાતા અને માલદા

- દિલ્હી

આ જિલ્લામાં ભારતના સક્રિય મામલાના લગભગ 9 ટકા છે અને કોરોનાથી મૃત્યુદર આશે 14 ટકા છે. આસામના કામરૂપ મેટ્રોપોલિટન, ઉત્તરપ્રદેશના લખનઉ, કેરળમાં તિરુવનંતપુરમ અને અલપ્પુઝા એમ ચાર જિલ્લામાં નવા મામલામાં સતત વધારો થઈ રહ્યો છે.

વીડિયો કોન્ફરન્સ દ્વારા થયેલી આ બેઠક પહેલા શુક્રવારે પણ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજયોના સ્વાસ્થ્ય સચિવો સાથે વાત કરી હતી. આ ચાર રાજ્યોના 16 જિલ્લામાં કોરોનાથી મૃત્યુ દર વધારે છે.

- ગુજરાતના અમદાવાદ અને સુરત

- કર્ણાટકમાં બેલગાવી, બેંગલુરુ શહેર, કલબુરગી અને ઉડ્ડુપી

- તમિલનાડુમાં ચેન્નઈ, કાંચીપુરમ, રાનીપેટ, તેની, તિરુવલ્લુર, તિરુચરાપલ્લી, તૂતીકોરન અને વિરુધનગર

- તેલંગાણામાં હૈદરાબાદ અને મેડચલ માલકજગિરી

આ જિલ્લામાં ન માત્ર મૃત્યુદર વધારે છે પરંતુ ભારતના કુલ એક્ટિવ કેસના 17 ટકા છે. આ જગ્યાએ નવા કેસ વધી રહ્યા છે. આ જિલ્લાઓને ટેસ્ટિંગ ફેસિલિટી, સર્વિલેન્સ, હોસ્પિટલમાં જરૂરી સુવિધાઓ વધારવાની સલાહ આપવામાં આવી હતી.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં આજે 24 કલાક દરમિયાન કોરોનાના 61,537 કેસ નોંધાયા હતા અને 933 લોકોના મોત થયા હતા. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 20,88,612 પર પહોંચી છે અને 42,518 લોકોના મોત થયા છે. દેશમાં 14,27,006 લોકો કોરોનામાંથી સાજા થઈ ગયા છે અને 6,19,088 એક્ટિવ કેસ છે.

જાણો યુઝવેન્દ્ર ચહલની મંગેતર ધનાશ્રી વર્મા શું કરે છે, જુઓ સગાઈની તસવીરો

વિશ્વના ચોથા સૌથી ધનિક બન્યા મુકેશ અંબાણી, જાણો કેટલી છે સંપત્તિ

Kerala Plane Crash: મૃતકો સહિત વિમાનમાં સવાર તમામનો થશે કોરોના ટેસ્ટ, CM વિજયને કરી વળતરની જાહેરાત

28 દિવસ બાદ અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, અભિનેતાએ કહી આ વાત