મુંબઈઃ મુકેશ અંબાણી યુરોપના સૌથી ધનિક વ્યક્તિને પાછળ રાખીને હવે વિશ્વના ચોથા નંબરના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સની રિયલ ટાઇમ નેટવર્થ મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેનની સંપત્તિ હવે 80.6 અબજ ડોલર (આશરે 6.03 લાખ કરોડ રૂપિયા) થઈ ગઈ છે.


મુકેશ અંબાણીથી આગળ માર્ક ઝકરબર્ગ છે. ઝકરબર્ગની સંપત્તિ 102 અબજ ડોલર છે. માર્ક હાલ ત્રીજા ક્રમે છે. બીજા નંબર પર માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ અને પ્રથમ નંબર પર અમેઝોનના સીઈઓ જેફ બેઝોસ છે. મુકેશ અંબાણીએ એલવીએમએચના બર્નાર્ડ અર્નોલ્ટ એન્ડ ફેમિલીને પાછળ રાખ્યા છે. ચાલુ વર્ષે અંબાણીની સંપત્તિમાં 22 અબજ ડોલરનો વધારો થયો છે. બર્નાર્ડ અર્નોલ્ટ પાંચમા અને વોરેન બફેટ છઠ્ઠા ક્રમે છે.

બ્લૂમબર્ગ બિલિયોનર ઈન્ડેક્સ અબજોપતિની રિયલ ટાઈમ સંપત્તિનું મૂલ્યાંકન કરે છે. આ આંકડા કાયમી નથી હોતા. વિશ્વભરના શેરબજારમાં આવતા ઉતાર-ચઢાવના કારણે બદલાતા રહે છે.

રિલાયન્સ જિયોને સતત નવા રોકાણકારો મળી રહ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપમાં સતત વધારો થઈ રહ્યો છે. કંપનીનો શેરનો ભાવ 2100 રૂપિયાથી વધારે છે અને માર્કેટ કેપ 14 લાખ કરોડ રૂપિયાને પાર થઈ ગયું છે.

પંજાબના આ શહેરોમાં આજથી લાદવામાં આવશે રાત્રિ કર્ફ્યુ, દારૂની દુકાનનો સમય કરાયો નક્કી, જાણો વિગત

28 દિવસ બાદ અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, અભિનેતાએ કહી આ વાત

Kerala Plane Crash: મૃતકો સહિત વિમાનમાં સવાર તમામનો થશે કોરોના ટેસ્ટ, CM વિજયને કરી વળતરની જાહેરાત