દેશમાં એક બાજુ કોરોના રસીકરણ કાર્યક્રમ શરૂ થઈ ગયો છે તો બીજી બાજુ કોરોનાના નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્ર રાજ્યમાં તો દરરોજ કોરોનાના નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. જ્યારે હવે દેશના અન્ય રાજ્યોમાં પણ કોરોનો પ્રકોપ વધ્યો છે. આ ત્રણ રાજ્ય છે પંજાબ, હરિયાણા અને મધ્ય પ્રદેશ. કહેવાય છે કે, ગરમી વધવાની સાથે સાથે કોરોના કેસમાં ઉછાળો આવાવની પૂરી શક્યતા છે.
દેશના ત્રણ રાજ્યોમાં સતત વધી રહ્યા છે કોરોનાના કેસ
દેશમાં જ્યાં દરરોજ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે તો એવામાં એક રિપોર્ટે ચિંતા વધારી દીધી છે. એચટીમાં પ્રકાશિત અહેવાલ અનુસાર દેશના ત્રણ રાજ્યો, પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણના આગામી હોટસ્પોટ બનવાનું જોખમ વધતું જઈ રહ્યું છે. રિપોર્ટ અનુસાર દેશના નવા હોટસ્પોટ જાણવા માટે 20 સૌથી વધારે જનસંખ્યા ધરાવતા વિસ્તારના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ત્રણ વાતોને રિપોર્ટમાં સામેલ કરવામાં આવી હતી જેમાં વધતો પોઝિટિવીટી રેટ, દરરોજના વધતા કેસ અને પ્રતિ 10 લાખ લોકો પર ઓછા ટેસ્ટિંગને સામેલ કરવામાં આવ્યા હતા. રિપોર્ટમાં એ વાતનો પણ ખુલાસો થયો છે કે પૂર્વ વિસ્તારની તુલનામાં દેશના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેમાં મહારાષ્ટ્રની સ્થિતિ સૌથી ખરાબ અને ચિંતાજનક છે.
ત્રણ રાજ્યોમાં સૌથી ખરાબ હાલત પંજાબના
જણાવે કે, રિપોર્ટ અનુસાર ત્રણ રાજ્યમાં સૌથી વધારે ચિંતાજનક સ્થિતિ પંજાબની છે. વિતેલા 30 દિવસમાં દૈનિક કેસની સંખ્યામાં 531 ટકાનો ઉછાળો આવ્યો છે. તેની સાથે જ પંજાબ અને મહારાષ્ટ્ર બાદ હરિયાણા રાજ્યમાં પણ ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે.
આ રાજ્યમાં પણ વધ્યું કોરોનાનું જોખમ
નોંધનીય છે કે, પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશ તો કોરોના હોટસ્પોટ બનવાનાની સ્થિતિમાં છે જ્યારે આંધ્ર પ્રદેશ, દિલ્હી અને ગુજરાતમાં પણ કોરોનાના વધતા કેસ ગંભીર સ્થિતિનો ઈશારો કરી રહ્યા છે.