તેલંગાણાના સૂર્યાપેટમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. અહીં 47માં રાષ્ટ્રીય જુનિયર કબડ્ડી ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચ દરમિયાન ગેલેરીનો ભાગ તૂટી પડતાં 1500 દર્શકો તેની ઝપેટમાં આવી ગયા. આ દુર્ઘટનામાં 100થી વધુ લોકોને ઇજાઓ પહોંચી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. બે લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કબડ્ડી ટૂર્નામેન્ટ દરમિયાન મોટી સંખ્યામાં ભીડ એકઠી થઇ હતી. આ દરમિયાન એક ગેલેરી તૂટીને નીચે પડી હતી. સૂર્યાપેટના આ મેદાનમાં 3 ગેલેરી છે. દરેક ગેલેરીમાં અંદાજે 5000 લોકોના બેસવાની સુવિધા છે. મેદાનમાં અંદાજે 15000 દર્શકોના બેસવાની વ્યવસ્થા છે.
સૂર્યાપેટમાં 47 મી રાષ્ટ્રીય જુનિયર કબડ્ડી ટુર્નોમેન્ટની પહેલી મેચ જોવા માટે લોકોની મોટી ભીડ લાગી હતી. કબડ્ડીના આયોજકોએ દર્શકોને બેસાડવા માટે મેદાનમાં 3 મોટા સ્ટેન્ડ ઊભા કર્યાં હતા અને તેની પર બેસીને મેચ જોવાઈ રહી હતી તે દરમિયાન અચાનક દબાણને કારણે એક સ્ટેન્ડ તૂટી પડ્યું.
સ્ટેન્ડ તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો. લોકો જીવ લઈને નાસવા લાગ્યાં. મેદાન ચીસાચીસથી ગૂંજી ઉઠ્યું. જોતજોતામાં તો આખું મેદાન ખાલીખમ થઈ ગયું. લાકડાંનું સ્ટેન્ડ હોવાને કારણે કેટલાક લોકોને વાગ્યું હતું અને તેમને તાકીદના ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ઘાયલોમાં કેટલાક હાલત ગંભીર હોવાનું પણ જણાવાયા છે. કબડ્ડીની પહેલી મેચ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. લોકો કબડ્ડીની મેચ જોઈ શકે તે માટે ત્રણ સ્ટેન્ડ બનાવાયા હતા જેમાંથી અચાનક જ એક સ્ટેન્ડ તૂટી પડતા પ્રેક્ષકો દબાયા હતા અને તેમાં 100 લોકો ઘાયલ થયા હતા. મેચ દરમિયાન ગેલેરીનો ભાગ તૂટી પડતાં 1500 દર્શકો તેની ઝપેટમાં આવી ગયા. આ દુર્ઘટનામાં 100થી વધુ લોકોને ઇજાઓ પહોંચી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. બે લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.