નવી દિલ્હીઃ ભારતમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા છ લાખને પાર કરી ગઈ છે. તમિલનાડુમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સાડા ત્રણ લાખને પાર કરી ગઈ છે. જ્યારે હવે આંધ્રપ્રદેશમાં પણ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા ત્રણ લાખને વટાવી ગઈ છે.


આંધ્રપ્રદેશના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 9,652 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે અને 9,211 લોકો સાજા થયા છે તથા 88 લોકોનાં મોત થયા છે. આ સાથે જ આંધ્રપ્રદેશમાં કોરનાના કુલ કેસની સંખ્યા 3,06,261 પર પહોંચી છે. જેમાંથી 85,130 એક્ટિવ કેસ છે અને 2,18,311 લોકો સાજા થઈ ગયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,820 લોકોના મોત થયા છે.



દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 27,02,743 પર પહોચી છે. જેમાથી 6,73,166 એક્ટિવ કેસ છે અને 19,77,780 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. દેશમાં કોરોનાથી મૃતકઆંક 51,797 પર પહોંચ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 55,079 નવા કેસ અને 876 મોત નોંધાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કહ્યું, 24 કલાકમા ભારતમાં સૌથી વધારે 8,99,000 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારતમાં કોરોનાથી ઠીક થનારા લોકોની સંખ્યા ઘણી વધી છે. ભારતમાં અત્યાર સુધીમાં 19.70 લાખ લોકો કોરોનાથી ઠીક થયા છે. દેશમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યાનો દર પણ ઘટીને 2 ટકાથી ઓછો રહી ગયો છે.



ઈશાંત શર્મા સહિત  29 ખેલાડીઓને અર્જુન અવોર્ડ માટે કરાયા નામાંકિત

Corona Vaccine: ભારતમાં બની રહેલી કોરોના રસીને લઈ નીતિ આયોગે શું કહ્યું, જાણો મોટા સમાચાર

પંજાબ સરકારે કયા ત્રણ મોટા શહેરોમાં લાદયા આકરાં નિયંત્રણ, જાણો કેમ લીધો નિર્ણય