નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 31 હજારને પાર કરી ગઈ છે અને દિવસેને દિવસે તેમાં વધારો થઈ રહ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં 31,322 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે, જ્યારે 1007 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 7,696 લોકો સ્વસ્થ થઈ ગયા છે.

કયા રાજ્યમાં કેટલા થયા મોત

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રમાં 400, ગુજરાતમાં 181, મધ્યપ્રદેશમાં 120, દિલ્હીમાં 54, તમિલનાડુમાં 25, તેલંગાણામાં 26, આંધ્રપ્રદેશમાં 31, કર્ણાટકમાં 20, ઉત્તરપ્રદેશમાં 34, પંજાબમાં 19, પશ્ચિમ બંગાળમાં 22, રાજસ્થાનમાં 51, જમ્મુ-કાશ્મીરમાં 8, હરિયાણામાં 3, કેરળમાં 4, ઝારખંડમાં 3, બિહારમાં 2, આસામ, હિમાચલપ્રદેશ, મેઘાલય અને ઓડિશામાં એક-એક મોત થયા છે.


દેશમાં અત્યાર સુધીમાં સાજા થનારા લોકોની સંખ્યા કુલ સંક્રમિતોની સંખ્યાના 23.3 ટકા છે. લોકડાઉન પહેલા દર્દીઓની સંખ્યા બમણી થવામાં ત્રણ દિવસનો સમય લાગતો હતો, પરંતુ હવે આ દર વધીને દસ દિવસ થઈ ગયો છે.