નવી દિલ્હીઃ આઇસીએમઆર અને ભારત બાયોટેકે કોરોના વેક્સીનની દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં ફેસ 1 અને 2નું ટ્રાયલ કરનારા ડોક્ટર સંજય રાયે સ્વદેશી વેક્સીન અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સીન ટ્રાયલ રોકવા પર એબીપી ન્યૂઝ સાથે એક્સક્લૂસિવ વાતચીત કરી હતી. કમ્યુનિટી મેડિસિનના ડોક્ટર સંજય રાયે જણાવ્યું કે, વેક્સીન આવવામા સમય લાગશે અને વેક્સીન આગામી વર્ષ અગાઉ સંભવ નથી પછી તે કોઇ પણ દેશ પણ કેમ ના હોય.


કોરોનાની વેક્સીન ક્યાં સુધીમાં આવી જશે એ સવાલનો જવાબ કોઇ પાસે નહી હોય કારણણ કે તેના અનેક તબક્કાઓ હોય છે. ફેસ 1ની સફળતા બાદ બીજો તબક્કો શરૂ થાય છે અને તેની સફળતા બાદ ત્રીજો ફેસ શરૂ થાય છે. હાલમાં તમે જોયું કે એક વેક્સીન જે ત્રીજા તબક્કાના ટ્રાયલમાં હતી તેને કોઇ કારણથી રોકવી પડી. કોઇ પણ સમયે કાંઇ પણ થઇ શકે છે તેને રોકવામાં આવી શકે છે.

વેક્સીનની સાથે બે ચીજો હોય છે. પ્રથમ તો હ્યુમન ટ્રાયલ થઇ રહ્યું હોય છે તો કોઇને નુકસાન ના પહોંચે જે બેઝિક પ્રિન્સિપલ છે. બીજું મેડિસિન સેફ હોય વેક્સીન અને લાંબા સમય સુધી હોય અને ઇફેક્ટિવ પણ હોય. ઇફેક્ટિવનો અર્થ તેનાથી શરીરમાં એન્ટીબોડી બને અને તે લાંબા સમય સુધી બને જેથી વાયરસને ન્યૂટ્રલાઇઝ કરી દે. એમ નહી કે થોડા સમય સુધી તેને ન્યૂટ્રલાઇઝ કરે પરંતુ લાંબા સમય સુધી ન્યૂટ્રલાઇઝ કરે.

એટલા માટે હજુ સુધી ફેસ 3 શરૂ થયું નથી જે બતાવે છે કે લાંબા સમય સુધી એન્ટીબોડી બને છે કે નહીં. એટલા માટે એમ કહેવું મુશ્કેલ છે કે ક્યાં સુધીમાં કોરોના વેક્સીન બની જશે. પછી તે ત્રીજા તબક્કાના ટ્રાયલમાં બની રહેલી વેક્સીન કેમ ના હોય. ભારત બાયોટેકની હોય કે પછી ઝાયડસ કેડ઼િલાની હોય કે પછી ચાઇનાની હોય.

તેમણે કહ્યું કે, ફેસ વનની સાથે સાથે ફેસ 2 પણ સાથે સાથે ચાલી રહ્યો છે. 12 સેન્ટેન્સ છે જ્યાં ટ્રાયલ ચાલી રહ્યું છે. ફેસ વન બાદ ફેસ ટૂ અને પછી ફેસ 3 આ ત્રણેય ઓવરઓલ સફળતા બાદ જો બધુ પ્લાન પ્રમાણે ચાલતું રહ્યું તો કોઇ પણ વેક્સીન આગામી વર્ષના શરૂઆતમાં આવવાની સંભાવના છે.

કોઇ પણ ડ્રગ્સ અને વેક્સીનની હ્યુમન ટ્રાયલ કરે છે તો અલગ અલગ તબક્કામાં હોય છે. જ્યારે એક તબક્કામાં સફળતા મળે છે તો રેગ્યુલેટરી ઓથોરિટી તેને જોવે છે. જો પ્રોફાઇલ પર યોગ્ય સાબિત થાય તો બીજા તબક્કામાં જવાની મંજૂરી મળે છે. સેફ્ટી પ્રોફાઇલ તપાસ્યા બાદ જ મંજૂરી મળે છે.