Coronavirus: દેશમાં કોરોનાના કેસ ઘટી ગયા છે અને મોટાભાગના રાજ્યોએ કોરોના નિયંત્રણો હટાવી લીધા છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળમાં કોરોના નિયંત્રણો 31 માર્ચ સુધી લંબાવવામાં આવ્યા છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ કોવિડ-19ને લઈ રાજ્યમાં પહેલાથી જ લાગુ પ્રતિબંધ અને છૂટ 31 માર્ચ, 2022 સુધી લંબાવવામાં આવ્યા છે. જોકે તેમાં માત્ર 17 માર્ચે હોળિકા દહન દરમિયાન જ છૂટ આપવામાં આવશે. આમ આદમી તથા વાહનોની અવરજવર અને જાહેર સભાઓ રાત્રે 12 થી 5 વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે, એટલે કે કર્ફ્યૂ રહેશે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોનાની ત્રીજી લહેરમાં કેસો ઝડપથી ઘટી રહ્યા છે. દેશમાં જીવલેણ કોરોના વાયરસ મહામારીના નાવ મામલામાં આજે સામાન્ય વધારો થયો છે. ગઈકાલે દેશમાં 2503 કેસ નોંધાયા હતા, જ્યારે આજે તેનાથી થોડા વધારા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 2568 નવા કેસ નોંધાયા છે અને 97 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 4722 સંક્રમિતોએ કોરોનાને મ્હાત આપી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 0.47 ટકા છે.
- એક્ટિવ કેસઃ 33,917
- કુલ ડિસ્ચાર્જઃ 4,24,46,171
- કુલ મૃત્યુઆંકઃ 5,15,974
આ પણ વાંચોઃ
ગુજરાતમાં પશુઓની વિનામૂલ્યે સારવાર કરાવવા પશુપાલકો-ખેડૂતો જાણો આ નંબર
પારિવારિક કંકાસ દૂર કરવાનો આ ઉપાય છે ખૂબ ચમત્કારી, ચપટી કેસર અને પાણીથી દૂર થશે કલેશ
Russia Ukraine War: દર મિનિટે યુક્રેનના કેટલા બાળકો બની રહ્યા છે શરણાર્થી ? જાણો UN એ શું કહ્યું