નવી દિલ્હી:  આજે સતત 20મા દિવસે પણ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે(dr s jaishankar) રાજ્યસભા(Rajyasabha)માં યુક્રેનથી ભારતીયોના પરત આવવા અંગે નિવેદન આપ્યું છે. એસ જયશંકરે કહ્યું કે મુશ્કેલ સંજોગોમાં પણ અમે અમારા 22500 થી વધુ વિદ્યાર્થીઓને ભારત પાછા લાવ્યા છીએ. અમે આંતરરાષ્ટ્રીય સ્તરે સતત ચર્ચા કરી રહ્યા હતા પરંતુ અમારી સામે પડકાર અમારા નાગરિકોને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવાનો હતો.







વિદેશમંત્રીએ રાજ્યસભામાં કહ્યું, 'તેને ધ્યાનમાં રાખતા ભારત સરકારે ઓપરેશન ગંગાની શરૂઆત કરી હતી. આ મુશ્કેલ સ્થિતિમાં અંજામ અપાનાર એક મોટુ ઓપરેશન હતું.'


એસ જયશંકરે કહ્યુ, 'ભારતીય દૂતાવાસે 15 ફેબ્રુઆરી, 20 અને 22 ફેબ્રુઆરીએ એડવાઇઝરી જાહેર કરી વિદ્યાર્થીઓ અને ભારતીય નાગરિકોને યુક્રેન છોડવા માટે કહ્યુ હતું. સતત જારી થઈ રહેલી એડવાઇઝરી છતાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ત્યાંથી નિકળ્યા નહીં. તેમને ડર હતો કે અભ્યાસ અધુરો ન રહી જાય.'


વિદેશમંત્રીએ એસ જયશંકરે કહ્યું કે,  જ્યારે સ્થિતિ વધુ ખરાબ થઈ તો 18 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા હતા અને તેને ધ્યાનમાં રાખતા ભારત સહિત યુક્રેન દૂતાવાસમાં પણ કોલ સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યા હતા. ખરાબ માહોલને કારણે એર સ્પેસ બંધ થઈ ગયું હતું, જેથી વિદ્યાર્થીઓને લૂકેન્સ એચક્યૂ પાડોશી દેશોની સરહદથી કાઢવાનો પ્રયાસ કર્યો અને તે માટે મોટી સંખ્યામાં અધિકારીઓને પાડોશી દેશોની સરહદો પર મોકલવામાં આવ્યા હતા. 


વિદેશ મંત્રીએ એસ જયશંકરે સંસદમાં કહ્યુ કે, આ દરમિયાન ઓપરેશન ચાલી રહ્યુ હતું અને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી તેને લઈને સતત સમીક્ષા બેઠક કરી રહ્યા હતા. આ દરમિયાન અન્ય મંત્રાલયોનો પણ સપોર્ટ મળ્યો હતો. જ્યારે ત્યાં સ્થિતિ ખરાબ થઈ તો જાન્યુઆરી 2022થી ભારતીય દૂતાવાસે ત્યાં પર ભારતીયોનું રજીસ્ટ્રેશન કરવાનું શરૂ કરી દીધું હતું.