COVID19 નામની વૈશ્વિક મહામારીના સંદર્ભમાં દૈનિક પ્રેસ બ્રીફિંગ દરમિયાન માઇકલ રયાને કહ્યું, જ્યાં જ્યાં વસતી વધી રહી છે ત્યાં લેબોરેટરીના સંખ્યા વધારવાની જરૂર છે. ભારતમાં વસતિ ખૂબ વધારે છે અને આ વાયરસ ભવિષ્યમાં વધારે વસતિ ધરાવતાં દેશોમાં ખૂબ ઝડપથી પ્રસરી શકે છે. પરંતુ ભારતે બે વૈશ્વિક મહામારી- શીતળા અને પોલિયોને નાથવા મુદ્દે વિશ્વનું નેતૃત્વ કર્યુ હતું. તેની પાસે અસાધારણ ક્ષમતા છે.
તેમણે કહ્યું, કોઈપણ કામ આસાન નથી હોતું. ભારત જેવા દેશે ભૂતકાળમાં મહામારીને નાથવા જે પ્રયત્નો કર્યા હતા તેમ કરીને હાલ વિશ્વને રસ્તો બતાવી શકે છે.
WHO મુજબ વિશ્વભરમાં હાલ કોરોના વાયરસના 3,30,000થી વધારે દર્દીઓ છે, અને 14,000થી વધું લોકોના મોત થયા છે.