નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્ય છે. આ વાયરસથી બચવા માટે અનેક દેશોમાં Lockdown લાગુ કરી દેવામાં આવ્યું છે. લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. વિદેશથી પરત ફરેલા લોકોને ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવી રહ્યા છે પરંતુ આ મહામારીના વધી રહેલા ખતરાં છતા લોકો બેદરકારી દાખવી રહ્યા છે.


પરંતુ આ દરમિયાન તમિલનાડુના મદુરાઈ જિલ્લામાં એક અનોખો મામલો સામે આવ્યો છે. જ્યાં યુવક તેની ગર્લફ્રેન્ડના લગ્ન અટકાવવા દુબઈથી ભારત પરત ફર્યો હતો. વિદેશી પરત ફર્યા બાદ ક્વારોટાંઈન રાખવામાં આવ્યો હતો પરંતુ ત્યાંથી નીકળીને પ્રેમિકાને મળવા શિવગંગા પહોંચી ગયો હતો. જ્યાં તેણે ગર્લફ્રેન્ડ સાથે સમય પસાર કર્યો હતો.


 પ્રેમી સાથે સંપર્કમાં આવી હોવાના કારણે પ્રેમિકાને પણ આઈસોલેટ કરી દેવામાં આવી છે. આ દરમિયાન પોલીસ અને સ્વાસ્થ્ય અધિકારીઓએ યુવકની શોધખોળ શરૂ કરી દીધી છે અને તેની પ્રેમિકાને મદુરાઈ લાવવામાં આવી છે. જ્યાં તેને ક્વોરોટાઈન કરી દેવામાં આવી છે.


ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 902 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 19 લોકોના મોત થયા છે અને 83 લોકો સ્વસ્થ્ય થયા બાદ રજા આપી દેવામાં આવી છે.