જજ દીપક મિશ્રા અને આર.એફ.નરીમે આ અંગે કહ્યું હતું કે, જો રાહુલ ગાંધીએ માફી ના માંગી તો તેઓએ ટ્રાયલનો સામનો કરવો પડશે. આ ઉપરાંત તેઓએ એમ પણ કહ્યું કે ‘કાયદાનો ઉદ્દેશએ છે કે લોકો કાયદાનું પાલન કરે. અરાજકતાને બદલે શાંતિ અને સુમેળભર્યું વાતાવરણ રાખે.’
ઉલ્લેખનીય છે કે 6 માર્ચનાં રોજ થયેલી ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીની હત્યા પાછળ RSS જવાબદાર છે તેવું નિવેદન આપ્યું હતું. જેને લઈને તેમની વિરુદ્ધમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.