Delhi Corona News: દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ફરી એકવાર કોરોનાએ સ્પીડ પકડી છે. દિલ્હીમાં ઝડપથી કોરોના કેસો વધવા લાગ્યા છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 1367 નવા કેસો નોધાયા છે, વળી છેલ્લા 24 કલાકમાં 1 વ્યક્તિનુ મોત પણ થયુ છે. ચિંતાની વાત એ છે કે કૉવિડ 19નો દિલ્હીમાં પૉઝિટીવિટી રેટ પણ વધવા લાગ્યો છે અને આ 4.5 ટકા સુધી પહોંચી ગયો છે.
સતત છઠ્ઠા દિવસે એક હજારથી વધુ કેસો નોંધાતા સરકારી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. તાજા બૂલેટિનમાં કહેવામા આવ્યુ છે કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સંક્રમણની સંખ્યા 18,78,458 છે, અને મરનારાઓની સંખ્યા 26,170 થઇ ગઇ છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામા આવેલા હેલ્થ બૂલેટિન અનુસાર, મંગળવારે શહેરમાં કુલ 30,346 કૉવિડ-19 ટેસ્ટિંગ કરવામાં આવ્યા. દિલ્હીમાં મંગળવારે 1,204 તાજા કૉવિડ 19 કેસો અને એકનુ મોત થયાની સૂચના આપવામા આવી હતી. જ્યારે પૉઝિટીવિટી રેટ 4.64% હતો.
દિલ્હીમાં છેલ્લા થોડાક દિવસોમાં કૉવિડ 19ના કારણે હૉસ્પીટલોમાં ભરતી થનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. પરંતુ ડૉક્ટરોનુ કહેવુ છે કે આ રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે કે આ એક વાસ્તવિક આંકડાનો એક નાનો ભાગ છે. દિલ્હીમાં કૉવિડ દર્દીઓ માટે ખાનગી અને સરકારી 9,390 બેડ ગોઠવવામાં આવ્યા છે.
આ પણ વાંચો......
એપ્રિલમાં અમદાવાદમાં ગરમીએ દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો, રાજ્યમાં આગામી 5 દિવસ યલો એલર્ટની આગાહી
Urine Frequency:દિવસમાં કેટલી વખત યુરિન જવું છે સામાન્ય, કઇ સ્થિતિમાં થઇ જવું જોઇએ એલર્ટ
Face Fat:ફેસ ફૂડની સમસ્યાથી મેળવો છુટકારો, બંધ કરો આ ફૂડનું સેવન
ગુજરાતમાં એક જ દિવસે 4-4 હત્યાથી ખળભળાટઃ કચ્છમાં પત્ની-પુત્રની હત્યા, સુરતમાં પત્નીએ કરી પતિની હત્યા