નવી દિલ્હીઃ ઓમિક્રૉન દેશમાં ધીમે ધીમે પગ માંડવા લાગ્યો છે. હવે દેશમાં દરરોજ ઓમિક્રૉનના કેસો સતત વધી રહ્યાં છે. જેને ધ્યાનમાં રાખતા દેશના મોટા શહેર મુંબઇમાં ભયનો માહોલ ફેલાયો છે. મુંબઇ પોલીસ આજથી એટલે કે 16 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી શહેરમાં 144 કલમને લાગુ કશે. ખાસ વાત છે કે, એકબાજુ ક્રિસમસનો તહેવાર છે, જેને લઇને લોકોની ભીડભાડ વધી રહી છે.


પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, શહેરમાં કોઇપણ કાર્યક્રમમાં માત્ર 50 ટકા લોકો જ સામેલ થવાની અનુમતિ આવશે, એટલુ જ નહીં કોરોનાની રસી પણ લેવી જરૂરી બનશે. 


કલમ 144 કલમ અંતર્ગત શહેરમાં પાંચ કે તેનાથી વધુ વ્યક્તિ એક સ્થાન પર એકઠા નહીં થઇ શકે. સાથે જ સાર્વજનિક સભાઓના આયોજન પર પણ રોક રહેશે. આદેશમાં કહેવામાં આવ્યુ છે કે, કોઇ પણ દુકાન, પ્રતિષ્ઠાન, મૉલ, કાર્યક્રમ અને સભા પુરેપુરી રસીકરણ વાળા વ્યક્તિઓ સાથે જ થવી જોઇએ, જો નહીં હોય તો આ જગ્યાએ લોકોનુ રસીકરણ કરવામાં આવશે.  આ ઉપરાંત કહેવામાં આવ્યુ છે કે, મહારાષ્ટ્રમાં યાત્રા કરનારા તમામ વ્યક્તિઓ પાસે રસીકરણ થયેલુ હોવુ જોઇએ કે પછી તેવી પાસે 72 કલાકમાં કરવામાં આવેલી આરટી-પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ હોવો જરૂરી છે. 


મુંબઇમાં બુધવારે કોરોના વાયરસના 238 નવા કેસો સામે આવ્યા છે, આની સાથે જ સંક્રમિતોની સંખ્યા 7,65,934 થઇ ગઇ છે. એટલુ જ નહીં આ ઉપરાંત મહારાષ્ટ્રમાં ઓમિક્રૉનના 32 કેસો નોંધાતા હડકંચ મચી ગયો છે. 


આ પણ વાંચો- 


બેન્કોના કામકાજોમાં પડશે મુશ્કેલીઓ, આજથી બેન્ક કર્મચારીઓ હડતાળ પર, જાણો શું છે મામલો


Ashes 2021-22: એશિઝ સીરિઝમાં કોરોના અટેક, ઓસ્ટ્રેલિયન કેપ્ટન કમિંસ થયો બહાર, જાણો કોને સોંપાઈ કેપ્ટનશિપ


Digital Transaction: UPI-રૂપે ડેબિટ કાર્ડથી લેણદેણને પ્રોત્સાહન આપવા મોદી સરકારે શું લીધો મોટો ફેંસલો ? જાણો વિગત


Bike Tips: બાઇકની બ્રેક મારતી વખતે રહો સતર્ક, આ એક ભૂલ ભારે પડી શકે છે


Legal Age of Marriage for Women: મોદી સરકારે લીધો મોટો ફેંસલો, મહિલાઓની લગ્નની ઉંમર 18 થી વધીને 21 વર્ષ થશે, જાણો વિગત


બોલિવૂડની આ એક્ટ્રેસે લીધી Audi A8L લક્ઝરી કાર, ફક્ત 5.7 સેકન્ડમાં પકડે છે 100ની સ્પીડ