નવી દિલ્હીઃ કોરોનાના સતત વધતા કેસને લઇને ભારતમાં ચિંતાની સ્થિતિ પેદા થઇ ગઇ છે. ભારત કોરોના વાયરસથી દુનિયામાં ત્રીજા નંબરનો સૌથી વધુ પ્રભાવિત દેશ બની ગયો છે. અમેરિકા અને બ્રાઝિલ બાદ સૌથી વધુ કોરોનાના કેસો હવે ભારતમાં છે. ખાસ વાત છે કે સંક્રમણના મામલે ભારતે રશિયાને પાછળ પાડી દીધુ છે. ભારતથી વધારે કેસ અમેરિકામાં (2,981,009), બ્રાઝિલ (1,604,585)માં છે. જ્યારે રશિયામાં (681,251) ભારતથી ઓછુ સંક્રમણ છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે દેશમાં અત્યાર સુદી 6 લાખ 97 હજાર લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે. આમાંથી 19693 લોકોના જ મોત થયા છે. જ્યારે 4 લાખ 24 હજાર લોકો સાજા થઇને ઘરે પહોંચી ચૂક્યા છે

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 425 લોકોના મોત થયા છે અને 24,248 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6,97,143 પર પહોંચી છે અને 19,693 લોકોના મોત થયા છે. 4,24,433 લોકો સાજા થઈ ગયા છે અને 2,53,287 એક્ટિવ કેસ છે.



ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ પ્રમાણે, 5 જુલાઇ સુધી ટેસ્ટ કરાયેલા સેમ્પલોની કુલ સંખ્યા એક કરોડની નજીક છે. જેમાંતી 1,80,596 સેમ્પલોનો કાલે ટેસ્ટ કરવામાં આવ્યો છે.



કયા રાજ્યમાં કેટલા મોત
મહારાષ્ટ્રમાં સૌથી વધારે મોત થયા છે. મહારાષ્ટ્રમાં 8822, દિલ્હીમાં 3067, ગુજરાતમાં 1943, તમિલનાડુમાં 1510, મધ્યપ્રદેશમાં 608, આંધ્રપ્રદેશમાં 232, અરૂણાચલ પ્રદેશ 1, આસામમાં 14, બિહારમાં 95, ચંદીગઢમાં 6, છત્તીસગઢમાં 14, હરિયાણામાં 265, હિમાચલ પ્રદેશમાં 11, જમ્મુ-કાશ્મીરમાં 132, ઝારખંડમાં 19, કર્ણાટકમાં 372, કેરળમાં 25, મેઘાલયમાં 1, ઓડિશામાં 36, પુડ્ડુચેરીમાં 12, પંજાબમાં 164, રાજસ્થાનમાં 456, તેલંગાણામાં 295, ઉત્તરાખંડમાં 42, ઉત્તરપ્રદેશમાં 785 અને પશ્ચિમ બંગાળમાં 757 લોકોના મોત થયા છે.

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,06,619 પર પહોંચી છે. બીજા નંબર પર રહેલા તમિલનાડુમાં 1,11,151 પર સંક્રમિતોની સંખ્યા પહોંચી છે. દિલ્હીમાં 99,444, ગુજરાતમાં 36,037, તેલંગાણામાં 23,902, કર્ણાટકમાં 23,474, રાજસ્થાનમાં 20,164 સંક્રમિતો નોંધાયા છે.