Covid-19 Cases in India: કોરોના સંકટ (Coronavirus)ની વચ્ચે ઓમિક્રૉનના નવા BA.2 વેરિએન્ટે દેશમાં બીજુ વધારે ટેન્શન વધારી દીધુ છે. નેશનલ સેન્ટર ફૉર ડિજીજ કન્ટ્રૉલ (National Center for Disease Control)ના નિદેશકે ઓમિક્રૉન (Omicron) અને તેના સબ સ્ટ્રેન વિશે બતાવ્યુ છે કે આ દેશમાં હવે વધુ ઝડપથી ફેલાઇ રહ્યો છે. 


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અનુસાર, Covid-19ના નવા વેરિએન્ટ ઓમિક્રૉન (Omicron) જેને B.1.1529 પણ કહેવામાં આવે છે કે ત્રણ બીજા પ્રકાર છે BA.1, BA.2 અને BA.3. હાલમાં દેશમાં માત્ર BA.1ના કેસ જ સામે આવી રહ્યાં છે, પરંતુ હવે કેટલાય દેશોમાં BA.2ના કેસ જોવા મળી રહ્યાં છે, અને આ ઝડપથી ફેલાઇ રહ્યો છે. જ્યારે શરૂઆતી સમયમાં વિદેશી યાત્રીઓ પાસેથી ઓમિક્રૉન ફેલાઇ રહ્યો હતો, ત્યારે તેમાં આના BA.1 સ્ટ્રેન પ્રચલિત હતો હવે ઓમિક્રૉન ટ્રાન્સમિશન (Omicron Transmission)ના સમયમાં તો કેટલીય જગ્યાઓ પર આનો સબ સ્ટ્રેન BA.2 પણ મળી આવ્યો છે. 


ભારતમાં BA.2ના ઓછા કેસો સામે આવ્યા છે. વળી ઓમિક્રૉનના આ કેસ દેશમાં ઝડપથી ફેલાઇ રહ્યાં છે, જે એસિમ્પટૉમેટિક છે, પરંતુ લોકોને હૉસ્પીટલમાં ભરતી કરાવવાની જરૂર પડી રહી છે. ઓમિક્રૉનની સરખામણીમાં આ વેરિએન્ટ ખુબ ઝડપથી ફેલાઇ રહ્યો છે. ડેનમાર્કમાં પણ BA.2ના વધુ કેસો સામે આવ્યા છે. 


ડેનમાર્કેના શોધકર્તાએ ચિંતા દર્શાવતા કહ્યું છે કે આ નવા વેરિએન્ટના કારણથી ઓમિક્રૉન મહામારીના બે અલગ અલગ પીક આવી શકે છે. હાલમાં ઓમિક્રૉન વેરિએન્ટના ઓરિજિનલ વર્ઝન BA.1 અને BA.2ને સબસેટ તરીક ઓળખાય છે. મોટાભાગના દેશ આ વર્ઝનને વેરિએન્ટ ઓફ કન્સર્ન એટલે કે ચિંતાનો વેરિએન્ટ બતાવી રહ્યાં છે. 


Disclaimer: આ આર્ટિકલમાં બતાવવામાં આવેલી વિધિ, રીતો તથા દાવાઓની એબીપી ન્યૂઝ પુષ્ટી નથી કરતુ. આને માત્ર સૂચન તરીકે લો. આ રીતના કોઇપણ ઉપચાર/દવા/ડાયેટ પર અમલ કરતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂર લેવી.


આ પણ વાંચો......


Tips: ભૂલથી તમારા ફોનમાંથી કામના SMS ડિલીટ થઇ જાય તો ચિંતા ના કરો, આ ટ્રિક્સથી ફટાફટ મળી જશે પાછા.........


MIUI 13 Rollout: શ્યાઓમીએ લૉન્ચ કરી MIUI 13, જાણો કયા કયા સ્માર્ટફોન યૂઝર્સને મળશે આ નવુ અપડેટ


IPLની ગઇ સિઝનમાં ઉંચી કિંમતે વેચાયેલો આ સ્ટાર ખેલાડી આ વખતે અચાનક લીગમાં ખસી ગયો, આપ્યુ ખાસ કારણ


Photos: સિંહોની વચ્ચે ફોટોશૂટ કરાવતી દેખાઇ આ હૉટ એક્ટ્રેસ, તસવીર જોઇને ફેન્સ બોલ્યા- ગદર............


સીરિયામાં અમેરિકન સૈન્યના ઓપરેશનમાં માર્યો ગયો ISISનો અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી, બાઇડેનની જાહેરાત


Ind Vs Eng, Under-19 WC Final: વર્લ્ડકપ ફાઇનલ અગાઉ વિરાટ કોહલીએ અંડર-19 ટીમના ખેલાડીઓ સાથે કરી વાત, આપી મહત્વપૂર્ણ ટિપ્સ