મુંબઈઃ કોરોના વાયરસે (Coronavirus) દેશભરમાં તાંડવ કરવાનું શરૂ કર્યું છે. આજે ભારતમાં પ્રથમ વખત દૈનિક કેસની સંખ્યા બે લાખને પાર (Corona Cases in India) પહોંચી ગઈ છે. દેશમાં સૌથી ખરાબ હાલત મહારાષ્ટ્ર(Maharashtra Corona Cases) ની છે. આ દરમિયાન ચંદ્રપુરના એક યુવકનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં તેણે કોરોનાથી ઝઝૂમી રહેલા તેના પિતાની સારવાર માટે મહારાષ્ટ્ર અને તેલંગાણાની અનેક હોસ્પિટલના ચક્કર કાપ્યા પરંતુ કયાંયથી મદદ ન મળી. જે બાદ તેણે એટલું જ કહ્યું કે, મારા પિતાને બેડ આપો અથવા ઈંજેક્શન આપીને મારી નાંખો.


જાણો શું છે મામલો


જાણકારી મુજબ મહારાષ્ટ્રમાં રહેતા સાગર કિશોર નાહર્શીવારના પિતા બીમાર છે. જેની સારવાર માટે તેણે મહારાષ્ટ્ર અને તેલંગાણાની અનેક હોસ્પિટલના ચક્કર કાપ્યા પરંતુ સારવાર ન થઈ શકી. સાગર તેના પિતાને લઈ મુંબઈથી 850 કિલોમીટર દૂર ચંદ્રપુર પણ પહોંચ્યો પરંતુ દર્દીઓની સંખ્યા વધી જવાન કારણે ત્યાં પણ હોસ્પિટલ 24 કલાક માટે બંધ કરી દેવામાં આવી.


જે બાદ મીડિયા સાથે વાત કરતાં તેણે કહ્યું, બપોરે 3 વાગ્યાથી હોસ્પિટલના ચક્કર મારી રહ્યો છું. સૌથી પહેલા હું ચંદ્રપુર સ્થિત વરોરા હોસ્પિટલ ગયો પરંતુ ત્યાં પણ બેડ ન મળ્યો. જે બાદ અનેક ખાનગી હોસ્પિટલમાં ગયો પરંતુ ત્યાં પણ બેડ ખાલી નથી. રાત્રે આશરે દોઢ વાગ્યે અમે તેલંગાણા રવાના થયા અને આશરે ત્રણ વાગ્યે ત્યાં પહોંચ્યા પરંતુ ત્યાં પણ સારવાર ન મળી. સવારે અમે પરત મહારાષ્ટ્ર આયા, હાલ મારા પિતા એમ્બ્યુલંસમાં છે.




પિતાને એમ્બ્યુલંસમાં તડપતાં જોઈને હું દુખી થઈ ગયો છે. કલાકો એમ્બ્યુલંસમાં વીતાવ્યા બાદ હવે મારા પિતાને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. જે બાદ તેણે ભારે હૈયે જણાવ્યું કે, મારા પિતાને એક બેડ આપો અથવા ઈન્જેક્શન આપીને મારી નાંખો. હું આ હાલતમાં તેમને ઘરે ન લઈ જઈ શકું.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,00,739 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1038 લોકોના મોત થયા છે. જોકે 93,528 લોકો ઠીક પણ થયા છે. 



  • કુલ કેસ-  એક કરોડ 40 લાખ 74 હજાર 564

  • કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 24 લાખ 29 હજાર 564

  • કુલ એક્ટિવ કેસ - 14 લાખ 71 હજાર 877

  • કુલ મોત - 1 લાખ 73 હજાર 121


 11 કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 11 કરોડ 44 લાખ 93 હજાર 238 ડોઝ આપવામાં આવ્યા છે.