Covid-19 Treatment: પ્લાઝ્મા થેરેપીને કોરોનાની સારવાર પ્રોટોકોલથી હટાવ્યા બધા હવે રેમડેસિવિરને પણ હટાવવા પર વિચાર થઈ રહ્યો છે. ન્યૂઝ એજન્સી અનુસાર કોવિડ-19ના દર્દીને સારવારમાં તે અસરકારક હોવાનો કોઈ પુરાવા નથી મળ્યા. ગંગા રામ હોસ્પિટલના ચેરપર્સન ડોક્ટર ડીએસ રાણાએ કહ્યું કે, “જો અમે કોરોનાના સારવારમાં ઉપયોગમાં લેનાર અન્ય દવાઓની વાત કરીએ તો રેમડેસિવીર વિશે એ પ્રકારના કોઈ પુરાવા નથી મળ્યા કે તે કોરોનાની સારવારમાં કામ કરે છે.”
પ્લાઝમા થેરેપી બાદ રેમડેસિવિરીનો વારો
ડોક્ટર રાણાએ મંગળવારે કહ્યું કે, “અમે વિતેલા એક વર્ષમાં જોયું કે પ્લાઝ્મા આપવાધી દર્દી અથવા અન્ય લકોની સ્થિતિમાં કોઈ ફેર નથી પડ્યો. ઉપરાંત તે સરળતાથી ઉપલબ્ધ પણ નથી. પ્લાઝ્મા થેરેપીની શરૂઆત વૈજ્ઞાનિકના આધારે કરવામાં આવી હતી અને પુરાવાના આધારે તેને હટાવાવમાં આવી રહી છે.”
કોવિડની સારવાર પ્રોટોકોલમાંથી હટાવવા પર વિચાર
તેમણે કહ્યું કે, જે દવાઓની અસર નથી, તેને હટાવાવમાં આવશે. ડોક્ટર રાણાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “તમામ ટ્રાયલ દવાઓ, પછી તે પ્લાઝ્મા થેરેપી હોય કે રેમડેસિવિર હોય, તેમાંથી મોટા ભાગનાને બહાર કરવામાં આવી શકે છે કારણ કે તેની કોઈ અસર થતી હોય તેવા પુરાવા નથી મળ્યા. હાલમાં ત્રણ દવા કામ કરી રહી છે. તેમનું એ પણ કહેવું હતું કે, “હાલમાં અમે લોકો મોનિટરિંગ અને ટ્રાયલ કરી રહ્યા છે. મેડિકલ જગત વધારે જાણકારી મેળવાવનો પ્રયત્ન કરી રહ્યું છે, જ્યાં સુધી તમને આ મહામારી વિશે પૂર્ણ જાણકારી હસે ત્યાં સુધીમાં મને લાગે છે કે તે ખત્મ થઈ ગઈ હશે.”
નોંધનીય છે કે, કેન્દ્રએ સોમવારે કોવિડ-19ની સારવારના પ્રોટોકોલમાંથી પ્લાઝમા થેરેપીને દૂર કરી છે, જેથી દર્દીના પરિવારના સભ્યોની મુશ્કેલી ઓછી થશે, કેમ કે તેમણે વારંવાર પ્લાઝમાની શોધ માટે અહીંતહીં ભાગવું પડતું હતું. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસના એક્સપર્ટ્સ, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત દેખરેખ જૂથ અને ICMRની રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ દ્વારા ક્લિનિકલ ગાઇડન્સ ફોર મેનેજમેન્ટ ઓફ એડલ્ટ કોવિડ-19ની સારવારમાંથી પ્લાઝમા થેરપીના ઉપયોગને દૂર કરવામાં આવી હતી.
આ પ્રકારનો પહેલો સ્ટડી ICMR દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં દેશભરની 39 જાહેર અને ખાનગી હોસ્પિટલો સામેલ હતી. એ માલૂમ પડ્યું હતું કે 28 દિવસોમાં મૃત્યુદર અથવા મધ્યમ કદના કોવિડ-19ની ગંભીર બીમારીમાં પ્લાઝમા થેરપી કરવામાં આવેલા દર્દીઓમાં કોઈ ફરક જોવા મળ્યો નહોતો, એક બીજા મોટા અભ્યાસમાં પણ આ જ નિષ્કર્ષ જોવા મળ્યો હતો. ગયા સપ્તાહે રિસર્ચર્સમાંના મુખ્ય સાયન્ટિફિક સલાહકારે પત્ર લખીને વૈજ્ઞાનિક પુરાવાના અભાવે પ્લાઝમા થેરપી પરની સારવાની માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવા જણાવ્યું હતું, જેમણે પરિવાના સભ્યોની પરેશાનીમાં ઉમેરો થતો હોવાનું અનુભવ્યું હતું.