ખાનગી હોસ્પિટલોમાં કોરોના વેક્સીનની કિંમતને લઈ સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મંગળવારે નવા દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ ઓક્સેફોર્ડ એસ્ટ્રાજેનિકાની કોવિશીલ્ડ, ભારત બાયોટેક તરફથી તૈયાર કરવામનાં આવેલી કોવેક્સીન અને રશિયામં બનેલી સ્પૂતનિક-v વેક્સીન માટે ખાનગી હોસ્પિટલ જીએસટી અને સર્વિસ ટેક્સ મળી નક્કી કરવામાં આવેલી રકમથી વધારે ચાર્જ નહી કરી શકે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે કોવિશીલ્ડ માટે 780 રૂપિયા,કોવેક્સીન માટે 1410 રૂપિયા અને સ્પૂતનિક-v વેક્સીન માટે 1145 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.
150 રૂપિયાથી વધારે નહી થાય સર્વિસ ચાર્જ
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે કોવિડ વેક્સીનેશન પ્રોગ્રામ માટે સંશોધિત ગાઈડલાઈન 8 જૂને જાહેર કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તમામ વેક્સીન નિર્માતાઓ તરફથી ખાનગી હોસ્પિટલોને વેક્સીનની કિંમતની જાહેરાત કરવી પડશે. જો તેમાં કોઈપણ પ્રકારનો બદલાવ કરવામાં આવે તો પહેલા જાણ કરવી પડશે. ખાનગી હોસ્પિટલો 150 રૂપિયા સર્વિસ ચાર્જ તરીકે સિંગલ ડોઝના લઈ શકે છે. રાજ્ય સરકાર આ કિંમતો પર ધ્યાન રાખી શકે છે.
આગળ જણાવાયું કે કોવિશીલ્ડ પર નિર્માતા કંપની તરફથી 600 રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ 30 રૂપિયા જીએસટી અને સર્વિસ ચાર્જ 150 રૂપિયા મેળવી કુલ તેની કિંમત 780 રૂપિયા થાય છે. આ રીતે જ કોવેક્સીન નિર્માતા 1200 રૂપિયા તેની કિંમતની જાહેરાત કરી છે. 5 ટકાના દરે 60 રૂપિયા જીએસટી અને 150 રૂપિયા સર્વિસ ચાર્જ મળી કુલ કિંમત 1410 થાય છે. જ્યારે સ્પૂતનિક વી માને નિર્માતાએ 948 રૂપિયા કિંમત રાખી છે. 47.40 રૂપિયા જીએસટી અને 150 રૂપિયા સર્વિસ ચાર્જ મળી કુલ કિંમત 1145 રૂપિયા થાય છે.
રાજ્યોને નિઃશુલ્ક વેક્સિન આપવાની જાહેરાતના બીજા જ દિવસે કેન્દ્ર સરકારે વેક્સિનના એક મોટા જથ્થાનો ઓર્ડર આપ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે 44 કરોડ વેક્સિનનો ઓર્ડર આપ્યો છે. જેમાં 25 કરોડ કોવિશીલ્ડ અને 19 કરોડ કોવેક્સિન સામેલ છે.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે કોવિશીલ્ડ માટે 780 રૂપિયા,કોવેક્સીન માટે 1410 રૂપિયા અને સ્પૂતનિક-v વેક્સીન માટે 1145 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.