ક્રૂડ ઓઈલના મોંઘા ભાવથી અત્યારે કોઈ રાહત નથી અને જ્યાં સુધી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત ન થાય ત્યાં સુધી આ રાહત મળશે નહીં. જો બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલુ રહેશે તો ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 100 ડોલરની ઉપર રહેશે. ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) એ પોતાના ગ્લોબલ આઉટલુક રિપોર્ટમાં આ વિગતો આપી છે.
ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટના રિપોર્ટમાં જણાવ્યા મુજબ, રશિયાના હાઇડ્રોકાર્બન નિકાસ પર પ્રતિબંધ સાથે, તેના પર પ્રતિબંધોના ખતરા અને પુરવઠામાં આવેલી અડચણના ભયને કારણે પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવની આ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી દેખાઈ રહ્યું. રિપોર્ટ અનુસાર યુરોપિયન ગેસના ભાવમાં આ વર્ષે 65 ટકાનો વધારો જોવા મળી શકે છે. જ્યારે ગત વર્ષે ભાવમાં 5 ગણો વધારો થયો હતો.
ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટના રિપોર્ટ અનુસાર કોમોડિટીના ભાવમાં ભારે ઉછાળાને કારણે વિશ્વભરમાં મોંઘવારી વધી શકે છે. જો કે, ભારત માટે આ ખરાબ સમાચાર છે. કારણ કે, કોમોડિટી અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે મોંઘવારી વધી છે.
ભારતની સસ્તા ભાવે ક્રૂડ ખરીદવાની તૈયારીઃ
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે કાચા તેલની કિંમતોમાં મોટો ઉછાળો આવ્યો છે, જેના કારણે સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 10 રૂપિયાનો વધારો કર્યો છે. પરંતુ જો ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 100 ડોલરની ઉપર રહી તો આવનારા દિવસોમાં સરકારી ઓઈલ કંપનીઓએ હજુ પણ કિંમત વધારવી પડી શકે છે. જો કે 6 એપ્રિલ બાદથી સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. ભારત સરકાર સસ્તા ભાવે ક્રૂડ ઓઈલ ખરીદવાની તૈયારીમાં છે. રશિયાએ પણ ભારતને આંતરરાષ્ટ્રીય બજાર કરતા ઓછા ભાવે ક્રૂડ ઓઈલ વેચવાની ઓફર કરી છે.
આ પણ વાંચોઃ