Patiala Violence Updtaes: પંજાબના પટિયાલામાં ખાલિસ્તાન મુર્દાબાદ માર્ચ દરમિયાન શિવસૈનિકો અને ખાલિસ્તાન સમર્થકોની વચ્ચે ઝડપની ઘટના ઘટી હતી. 29 એપ્રિલે થયેલી ઘર્ષણની ઘટના બાદ પટિયાલા શહેરમાં સ્થિતિ તણાવપૂર્ણ છે. માર્ચની આગેવાની કરનારા હરિશ સિંગલાની કાર પર પથ્થરમારાની ઘટના ઘટી છે. તણાવપૂર્ણ સ્થિતિને જોતા પોલસી અને તંત્રએ કર્ફ્યૂ લગાવી દીધુ છે. 
 
આ ઘટના વિરુદ્ધ શિવસેના હિન્દુસ્તાન નામના એક હિન્દુ સંગઠને 30 એપ્રિલે પટિયાલા બંધનુ આહવાન કર્યુ છે. શિવસેના હિન્દુસ્તાનના રાષ્ટ્રીય અધ્યક્ષ પવન ગુપ્તાએ કહ્યું કે, ખાલિસ્તાન વિરુદ્ધ માર્ચમાં કાળી દેવીના મંદિરનુ કંઇજ લેવા દેવા ન હતુ. ખાલિસ્તાન સમર્થકોએ મંદિર પર હુમલો કરીને મંદિરની નુકસાન કર્યુ છે, તેમને ખાલિસ્તાન સમર્થકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરતાં બંધનુ એલાન આપ્યુ છે. 
 
મુખ્યમંત્રી ભગવંત માને ઘટનાને લઇને પોલીસ મહાનિદેશક અને અન્ય અધિકારીઓની સાથે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. મુખ્યમંત્રી માને ટ્વીટ કરીને કહ્યુ કે કેસની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે અને સાથી જે અધિકારીઓને એવી કડક સૂચના આપવામા આવી છે કે એક પણ દોષીને છોડવાનો નથી. તેમને એ પણ કહ્યું કે, પંજાબ વિરોધી તાકતોને કોઇપણ કિંમત પર અહીંની શાંતિ ભંગ નહીં કરવા દેવામાં આવે.


જાણકારી અનુસાર પટિયાલા શહેરમા સાંજે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ રહેશે. પટિયાલામાં થયેલી ઘર્ષણની આ ઘટનાને લઇને વરિષ્ઠ પોલીસ અધિક્ષક નાનક સિંહે બતાવ્યુ કે ખાલિસ્તાન વિરોધી માર્ચ દરમિયાન થયેલી હિંસામાં ચાર લોકો ઘાયલ થયા છે, તેમને બતાવ્યુ કે, ઘાયલોમાં પોલીસકર્મી પણ સામેલ છે. 


આ પણ વાંચો......... 


શું તમે ક્યારેય જોયું છે વાદળી રંગનું આધાર કાર્ડ? જાણો કોના માટે છે જરૂરી છે


પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેર અને અરસપરસ બદલીને લઈને મહત્વના સમાચાર, જાણો


મોટી કાર્યવાહી : ગુજરાતમાં એક અઠવાડિયામાં જ 2180 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું


ગુજરાત સ્થાપના દિવસ : અમદાવાદ હેરિટેજ સિટી વિશે જાણો ખાસ વાતો


TCS, Infosys આ નાણાકીય વર્ષમાં 90,000 થી વધુની ભરતી કરશે