ચક્રવાત 'દાના' પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ત્રાટકે તે પહેલા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ IMD એ આગાહી કરી છે કે ચક્રવાતી તોફાન 'દાના' ગુરુવાર, 24 ઓક્ટોબરે લેન્ડફોલ કરશે. આ ચક્રવાતી તોફાનની અસર ઓડિશાની સાથે પશ્ચિમ બંગાળમાં પણ જોવા મળશે. ચક્રવાતને કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં જોરદાર વાવાઝોડા સાથે વરસાદ પડશે.


'દાના' 24 ઓક્ટોબરે દરિયાકિનારે પહોંચશે 


આગાહી જાહેર કરતા, ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે એક ચક્રવાતી તોફાન જેને 'દાના' નામ આપવામાં આવ્યું છે, ઓડિશાના દરિયાકાંઠે ટકરાશે અને 24 ઓક્ટોબર સુધીમાં દરિયાકાંઠે પહોંચવાની ધારણા છે. IMD એ ઓડિશા અને પશ્ચિમ બંગાળ તેમજ દેશના અન્ય ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરી છે.






'દાના' કેટલું ખતરનાક છે ?


ચક્રવાત 'દાના'ના કારણે પુરી, ભદ્રક, કેન્દ્રપારા, જગતસિંહપુર અને કટકમાં 100 થી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગે બુધવારે પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર, પશ્ચિમ મિદનાપુર, દક્ષિણ 24 પરગણા અને ઉત્તર 24 પરગણાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. પારાદીપ અને હલ્દિયા બંદરોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.


આ જિલ્લાઓમાં હાઈ એલર્ટ 


ઓડિશાના ભદ્રક, બાલાસોર, જાજપુર, કેન્દ્રપારા, કટક, જગતસિંહપુર, રાયગડા, ગજપતિ, ગંજમ, કંધમાલ, નયાગઢ, ખુદરા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે એમ પણ કહ્યું છે કે કોલકાતા, હાવડા, હુગલી, ઉત્તર 24 પરગણા, પુરુલિયા અને બાંકુરા જિલ્લામાં 23, 24 અને 25 ઓક્ટોબરે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.   


'દાના'ને લઈને દરિયો તોફાની રહેશે. આવી સ્થિતિમાં માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ કરીને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે.   


ઓડિશા અને બંગાળ સરકારે એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગે 24 અને 25 ઓક્ટોબરે સંબંધિત વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.   


Cyclone Dana: 120 કિમીની ઝડપે આવી રહ્યું છે ચક્રવાત 'દાના', સેના અને નેવી એલર્ટ પર, NDRFની 25 ટીમો તૈનાત