Cyclone Mocha: ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારથી બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતને લઈને ચેતવણી જારી કરી છે. આ ચક્રવાત તોફાન બનીને દેશના પૂર્વ કિનારે ટકરાઈ શકે છે. આ વાવાઝોડાને મોચા નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે મોકાના કારણે આંધ્રપ્રદેશમાં ત્રણ દિવસ સુધી વરસાદ ચાલુ રહેશે. વાવાઝોડાની અસરને કારણે પૂર્વ કિનારાના વિવિધ ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.


તોફાનને લઈને આંધ્રપ્રદેશમાં પણ હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે તેના બુલેટિનમાં જણાવ્યું છે કે “ઉત્તર તટીય આંધ્રપ્રદેશ, યાનમ અને દક્ષિણ તટીય આંધ્ર પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની અપેક્ષા છે. કેટલીક જગ્યાએ વીજળી પણ પડી શકે છે. રાયલસીમાના અલગ-અલગ સ્થળોએ વીજળીના ચમકારા અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વાવાઝોડાની અપેક્ષા છે. 


ઓડિશામાં પણ એલર્ટ


ચક્રવાતને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે ઓડિશામાં પણ એલર્ટ રહેવા જણાવ્યું છે. રાજ્યના 18 જિલ્લાઓમાં વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. આ કારણે લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. વાવાઝોડાને લઈને હવામાન વિભાગની આગાહી બાદ મુખ્યમંત્રી નવીન પટનાયકે અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી અને તૈયારીઓની સમીક્ષા કરી હતી.


માછીમારોને આપવામાં આવી સલાહ


ઓડિશાની સાથે પશ્ચિમ બંગાળના તમામ જિલ્લાઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. SDRF અને NDRFને રાજ્યમાં ઈમરજન્સી માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે માછીમારો માટે એડવાઈઝરી પણ જારી કરવામાં આવી છે. 


ક્યાં ક્યાં વિસ્તારને અસર કરશે


હવામાન વિભાગના અનુમાન મુજબ જો પવનની દિશા મ્યાનમાર તરફ ફંટાશે તો ભારતના દરિયા કિનારેને કોઇ અસર થવાની શક્યતા નહિવત છે પરંતુ  જો વાવાઝોડું બાંગ્લાદેશ તરફ ફંટાય બંગાળ અને નોર્થ ઇસ્ટના વિસ્તાર પર તેની અસર થઇ શકે છે. બંગાળની આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ અને હાલની સ્થિતિને જોતા મોચા વાવાઝોડાની ગુજરાત પર કોઇ અસર નહી થાય. 



બંગાળની ખાડી ઉપર વાવાઝોડા વિક્ષોભના પ્રભાવને અપેક્ષિત હવામાનની વાત કરવામાં આવે તો, 7 તારીખે બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વ અને આસપાસના વિસ્તારોમાં 40-50 કિમી પ્રતિ કલાકની સ્પીડથી હવા ફૂંકાવવાની સંભાવના છે. દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને તેની આસપાસ નજીકમાં પવની ગતિ-ધીમે ધીમે વધીને 50-60 કિમી પ્રતિ કલાકથી વધીને 70 કિમી પ્રતિ કલાક સુધી રહેવાની સંભાવના છે.