નવી દિલ્હીઃ ભારતના નંબર વન લોકલ ભાષાના કન્ટેન્ટ પ્લેટફોર્મ Dailyhunt અને અદાણી જૂથ સમર્થિત AMG Media Networks Limited દ્ધારા આયોજીત રાષ્ટ્રવ્યાપી ટેલેન્ટ હન્ટ #StoryForGloryનું ગ્રાન્ડ ફિનાલેનું દિલ્હીમાં  સમાપન થયું. આ સ્પર્ધામાં વીડિયો અને પ્રિન્ટ એમ બે કેટેગરીમાં 12 વિજેતાઓ જાહેર કરાયા હતા.  


ચાર મહિના લાંબા આ પ્રોગ્રામની શરૂઆત મે મહિનામાં થઇ હતી. જેમાં 1000થી વધુ અરજીઓ આવી હતી. જેમાંથી 20  પ્રતિભાશાળી પ્રતિભાગીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોએ અગ્રણી મીડિયા સંસ્થા MICA ખાતે આઠ સપ્તાહની લાંબી ફેલોશિપ અને બે સપ્તાહના લર્નિંગ પ્રોગ્રામમાંથી પસાર થયા હતા. તેમની સખત તાલીમ પછી સ્પર્ધકોને તેમના અંતિમ પ્રોજેક્ટ પર કામ કરવા છ અઠવાડિયા કામ કર્યુ હતું. જ્યારે આ સ્પર્ધકોને અગ્રણી મીડિયા પ્રકાશન કંપનીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.


કાર્યક્રમ દરમિયાન સહભાગીઓએ તેમના કૌશલ્ય નિર્માણ અને તેમની વાર્તા કહેવાની અને વિષયવસ્તુની કઠોરતા વધારવા માટે પ્રાયોગિક શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ફાઇનલમાં 20 ફાઇનલિસ્ટોએ પોતાના પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા જેમાંથી 12 જણાને પ્રતિષ્ઠિત જ્યુરી દ્ધારા વિજેતા જાહેર કરાયા હતા.


જ્યુરીમાં ઉદ્યોગના અગ્રણીઓનો સમાવેશ કરાયો હતો. ડેઇલીહન્ટના સ્થાપક વીરેન્દ્ર ગુપ્તા, AMG મીડિયા નેટવર્ક્સ લિમિટેડના સીઇઓ અને એડિટર ઇન ચીફ સંજય પુગલિયા, ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત ગોએન્કા, Film Companionના ફાઉન્ડર અનુપમાન ચોપરા, SheThePeopleના ફાઉન્ડર શૈલી ચોપરા, Gaon Connectionના ફાઉન્ડર નિલેશ મિશ્રા, ફેક્ટરી ડેઇલીના કો-ફાઉન્ડર પંકજ મિશ્રાને જ્યુરીમાં સામેલ કરાયા હતા. #StoryForGlory એ લોકોમાંથી યુનિક લોકોની પસંદગી કરી અને સહભાગીઓને પત્રકારત્વના ક્ષેત્રમાં તેમની કારકિર્દી બનાવવા અને સર્જનાત્મક સામગ્રી સાથે વિશાળ મીડિયા ઇકોસિસ્ટમને આકાર આપવાની તક પૂરી પાડી હતી.


ડેઇલીહન્ટના સ્થાપક વીરેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું હતું કે "અમે ભારતના સ્ટોરીટેલરના વાઇબ્રન્ટ અને પ્રતિભાશાળી પૂલને શોધવા માટે ટેક્નોલોજીનો લાભ ઉઠાવવામાં સફળ થયા છીએ. ડિજિટલ સમાચાર અને મીડિયા સ્પેસ ખાસ કરીને વાર્તા કહેવાની કળામાં નોંધપાત્ર રીતે આગળ વધી રહી છે અને #StoryForGlory પહેલ દ્વારા અમે ભારતને આકાર આપવા માટે અમારી પ્રતિબદ્ધતાને પુનઃસ્થાપિત કરીએ છીએ. મીડિયા ઇકોસિસ્ટમ અને ભારતના ઉભરતા સ્ટોરીટેલરને તેમની કુશળતા વિકસાવવા અને વિશ્વ સાથે તેમનો જુસ્સો શેર કરવાની તકો આપે છે,".


AMG Media Networks Limitedના  સીઇઓ અને એડિટર ઇન-ચીફ સંજય પુગલિયાએ જણાવ્યું હતું કે ભારત સ્ટોરીટેલરની ખાણ છે. ડેઇલી હન્ટ સાથે મળીને અમે એક નવી પેઢીને તૈયાર કરવાનું અને યોગ્ય પ્લેટફોર્મ પુરી પાડી તેમનું કૌશલ્ય બહાર લાવવાનો બીડુ ઝડપ્યુ હતું.