નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ સમક્ષ એક અનોખો કેસ આવ્યો છે. જેમાં સવાલ કરવામાં આવ્યો છે કે શું મચ્છર કરડવાથી મલેરિયા થવાના કારણે થયેલા મોતને અકસ્માતનો કેસ માનવામાં આવે અને એક્સિડેન્ટલ ઇશ્યોરન્સ પોલિસીનો લાભ મળે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ફ્લૂ વાયરલ થવાના કારણે થનારા મોતનો કેસ એક્સિડન્ટ નથી. મચ્છરથી મલેરિયાની બીમારી થવી ચાન્સની વાત છે. મચ્છર કરડવાથી થતી બીમારી નેચરલ છે અને આ અકસ્માત નથી.
મલેરિયા સામાન્ય રીતે મચ્છર કરડવાથી લોકોમાં ફેલાય છે. જ્યારે વાયરસને કારણે બીમારી ફેલાય છે અને આ રોજિંદી જીવનમાં થાય છે અને આ અકસ્માત અને અપ્રત્યાશિત એક્સિડન્ટ કહી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસમાં જે વ્યક્તિનો ઇશ્યોરન્સ થયો છે તેનું મોત મોન્ઝાબિકમાં મલેરિયાના કારણે થયું છે. આ દેશમાં દર ત્રીજો વ્યક્તિ મલેરિયાથી મરે છે અને આ કારણે મલેરિયાની બીમારીને અમે એક્સિડેન્ટલ માની શકીએ નહીં. નેશનલ કંઝ્યુમર ફોરમમાં મચ્છર કરડવાથી મલેરિયાના કારણે મોતને એક્સિડેન્ટલ શ્રેણીમાં રાખતા ઇશ્યોરન્સ કંપનીને ક્લેમની ચૂકવણી કરવાનું કહ્યું હતુ પરંતુ સુપ્રીમ કોર્ટે કંઝ્યુમર ફોરમનો નિર્ણય બદલી લીધો હતો.
જિલ્લા ગ્રાહક અદાલત, રાજ્ય ગ્રાહક અદાલત અને નેશનલ કંઝ્યુમર ફોરમે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, મચ્છર કરડવાથી થયેલા મલેરિયાના કારણે થતાં મોતને એક્સિડેન્ટની શ્રેણીમાં આવે. આ નિર્ણયને ઇશ્યોરન્સ કંપનીએ પડકાર્યો હતો. વાસ્તવમાં દેવાશીષ ભટ્ટાચાર્ય નામના વ્યક્તિએ સરકારી બેન્કથી 16 જૂન 2011માં હોમ લોન લીધી હતી. જેના 1905 રૂપિયાની 113 હપ્તા હતા. તેણે લોન સુરક્ષા વીમો કરાવ્યો હતો. ઇન્શોરન્સ કંપની પાસેની નોન લાઇફ પ્રોડક્ય લીધો હતો જે હેઠળ ભૂકંપ, આગથી સાથે સાથે પર્સનલ એક્સિડેન્ટને કવર કરવામાં આવ્યો હતો. ઇશ્યોરન્સ લેનાર વ્યક્તિનું પોસ્ટિંગ આસામમાં હતુ જ્યાંથી તે મોમ્ઝાબિક ગયો હતો જ્યાં તેનું મલેરિયાના કારણે મોત થયું હતું.