નવી દિલ્હીઃ ખેડૂત બિલને લઇને બબાલની વચ્ચે એક મોટા સમાચાર એ છે કે સરકાર આજે MSP વધારવા માટે મોટો ફેંસલો લેવાની છે. આ માટે કેબિનેટની બેઠક છે. ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય- MSPમાં વધારો સોમવારે કેબિનેટની મંજૂરી મળી શકે છે. એબીપી ન્યૂઝના સુત્રોના હવાલાથી જાણાકરી મળી છે કે ઘઉંની MSP 85 રૂપિયા ક્વિન્ટલ વધારી શકાય છે, ઘઉંની MSP 1840થી વધારીને 1925 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઇ શકે છે.
કેન્દ્રીય કૃષિ તથા કિસાન કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે વારંવાર દોહરાવવામાં આવી છે કે ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય પર ફેંસલાની ખરીદી પહેલાની જેમ જ ચાલુ રહેશે. મોદી સરકારનો દાવો છે કે કોરોના કાળમાં લાવવામાં આવેલા કૃષિ સાથે જોડાયલા ત્રણ મુખ્ય અધ્યાદેશ ખેડૂતોના હિતમાં છે.આ ત્રણેય અધ્યાદેશોની જગ્યાએ સંસદના ચાલુ ચોમાસુ સત્રમાં લાવવામાં આવેલા ત્રણે બિલમાંથી બેને સંસદની મંજૂરી મળી ચૂકી છે, અને ત્રીજા બિલને લોકસભામાં પસાર થયા બાદ રાજ્યસભાની મહોર લગવાની બાકી છે.
5 વર્ષમાં 49000 કરોડ MSPની ચૂકવણી કરી
કૃષિ મંત્રીએ રાજ્યસભામાં બન્ને બિલો પર ચર્ચા દરમિયાન રવિવારે જણાવ્યુ કે વર્ષ 2009-14ની સરખામણી, છેલ્લા પાંચ વર્ષમાં દહલના પાક માટે ખેડૂતોને એમએસપી ચૂકવણી 75 ગણી વધી છે. ગત 5 વર્ષમાં, 645 કરોડ રૂપિયાની સરખામણી, 49000 કરોડ રૂપિયા એમએસપીની ચૂકવણી કરવામાં આવી છે.આ રીતે 2009-14ની સરખામણીમાં છેલ્લા પાંચ વર્ષો દરમિયાન તિલહનો તથા કોપરાના ખેડૂતો માટે એમએસપી ચૂકવણી 10 ગણી વધી છે. છેલ્લા 5 વર્ષમાં 2460 કરોડની સરખામણીમાં 25,000 કરોડ રૂપિયા એમએસપી ચૂકવણુ કરવામાં આવ્યુ હતુ.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
જે MSPને ખતમ કરવાની આશંકા છે, સરકાર તેને વધારી શકે છે, ઘઉંના ભાવ 85 રૂપિયા ક્વિન્ટલ વધવુ સંભવ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Sep 2020 04:51 PM (IST)
મોદી સરકારનો દાવો છે કે કોરોના કાળમાં લાવવામાં આવેલા કૃષિ સાથે જોડાયલા ત્રણ મુખ્ય અધ્યાદેશ ખેડૂતોના હિતમાં છે.આ ત્રણેય અધ્યાદેશોની જગ્યાએ સંસદના ચાલુ ચોમાસુ સત્રમાં લાવવામાં આવેલા ત્રણે બિલમાંથી બેને સંસદની મંજૂરી મળી ચૂકી છે, અને ત્રીજા બિલને લોકસભામાં પસાર થયા બાદ રાજ્યસભાની મહોર લગવાની બાકી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -