IAC Vikrant in Indian Navy: ભારતની સમુદ્રી તાકાતને વધુ મજબૂતી મળી ગઇ છે. સ્વદેશી વિમાનવાહક પોત 'વિક્રાંત' ભારતીય નૌસેનાને સોંપી દેવામાં આવ્યુ છે. કોચીન શિપયાર્ડ (Cochin Shipyard)એ ગુરુવારે સ્વદેશી વિમાનવાહક પોત 'વિક્રાંત' (Aircraft Carrier Vikrant) ને ઇન્ડિયન નેવીને સોંપી દીધુ છે. આ નૌસેન (Indian Navy)ના ઇન-હાઉસ ડાયરેક્ટરેટ ઓફ નેવલ ડિઝાઇન (DND) તરફથી ડિઝાઇન કરવામાં આવ્યુ છે, અને આને 15 ઓગસ્ટ સુધી નૌસેનાના બેડામાં સામેલ કરવાની સંભાવના છે. 


INS વિક્રાંતની ડિલીવરીની સાથે જ ભારત  તે સિલેક્ટેડ દેશોના ગૃપમાં સામેલ થઇ ગયુ છે, જેની પાસે સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર (Aircraft Carrier) ડિઝાઇન અને નિર્માણ કરવાની બેસ્ટ ક્ષમતા છે. 


નૌસેનાને સોંપવામા આવ્યુ 'વિક્રાંત' - 
ભારતના પહેલા સ્વદેશી એરક્રાફ્ટ પોત વિક્રાંતને નૌસેનાના બેડામાં સામેલ કરવાની અંતિમ ઉલટી ગણતરી શરૂ થઇ ગઇ છે. લગભગ 45,000 ટનના યુદ્ધપોતને કોચીન શિપયાર્ડે નૌસેનાને હેન્ડઓવર કરી દીધુ છે. લગભગ 20,000 કરોડ રૂપિયાના ખર્ચથી આને નિર્મિત કરવામાં આવ્યુ છે. આનુ નામ ભારતના પહેલા વિમાનવાહક પોત, ભારતીય નૌસેના જહાજ (INS) વિક્રાંતના નામ પર જ રાખવામાં આવ્યુ છે, જેને 1971ના જંગમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. 


એરક્રાફ્ટ કેરિયર વિક્રાંતની શું છે ખાસિયત ?
સ્વદેશી વિમાનવાહક પોત વિક્રાંત 262 મીટર લાંબા અને 62 મીટર પહોળુ છે, આમાં 30 લડાકૂ વિમાન અને હેલિકૉપ્ટર લઇ જવાની ક્ષમતા છે. આને 88 મોગાવૉટ વીજળીની કુલ ચાર ગેસ ટર્બાઇન્સ દ્વારા સંચાલિત કરવામાં આવશે. આમાં 76 ટકા સામગ્રી સ્વદેશી છે. આ આધુનિક ક્ષમતાઓ વાળુ છે. વર્ષ 2009માં આનુ નિર્માણ શરૂ થયુ હતુ, વર્ષ 2013માં આને પહેલીવાર લૉન્ચ કરવામાં આવ્યુ હતુ, આમા મોટી સંખ્યામાં લગભગ 76 ટકા સ્વદેશી ઉપકરણો અને મશીનરીનો ઉપયોગ થયો છે. 


વિક્રાંતની તાકાત - 
દેશ 'આઝાદી કા અમૃત મહોત્સવ' મનાવી રહ્યો છે, આઝાદીની 75મી વર્ષગાંઠના પ્રસંગે થનારા સમારોહની સાથે INS વિક્રાંતનો એક રીતે પુનઃર્જન્મ માનવામાં આવી રહ્યું છે. સમુદ્રી સુરક્ષા (Maritime Security) ને વધારવાથી લઇને ક્ષમતા નિર્માણની દિશામાં આ મુખ્ય અને યોગ્ય પગલુ છે. એરક્રાફ્ટ કેરિયર વિક્રાંત (Aircraft Carrier Vikrant)ને મશીનરી સંચાલન અને નેવિગેશનની ક્ષમતાની સાથે બનાવવામાં આવ્યા છે. આ MIG-29 લડાકૂ જેટ (Fighter Jet), કામોવ-31, એમએચ-60 આર મલ્ટી પર્પઝ હેલિકૉપ્ટરોની ઉડાન માટે સક્ષમ છે. આની મેક્સીમમ ગતિ 28 સમુદ્રી મીલ હશે.