શ્રીનગર: રક્ષામંત્રી નિર્મલા સીતારમણએ જમ્મુ-કાશ્મીરના પૂંછમાં શહીદ જવાન ઔરંગઝેબના પરિવારની મુલાકાત કરી હતી. રક્ષામંત્રીએ ઔરંગઝેબના પિતા સાથે વાત કરી હતી. મુલાકાત બાદ રક્ષામંત્રી નિર્મલા સીતારમણે ઔરંગઝેબની શહીદીને દેશ માટે મિસાલ ગણાવી.

રક્ષામંત્રીએ શહીદના પરિવારની મુલાકાત બાદ કહ્યું, મે શહીદના પરિવાર સાથે થોડોક સમય વિતાવ્યો, હું એક સંદેશ સાથે આવી છું, તે છે શહીદ સૈનિક દેશ માટે પ્રેરણારૂપ છે. આ પહેલા સેનાના વડા બિપિન રાવતે પણ ઔરંગઝેબના પરિવારની મુલાકાત લીધી હતી.

જણાવી દઇએ કે, ગત 14 તારીખે ઔરંગઝેબ જ્યારે ઇદ મનાવવા માટે રાજોરી જિલ્લામાં સ્થિત પોતાના ઘરે જઈ રહી રહ્યો હતો ત્યારે રસ્તામાં આતંકીઓએ તેનું અપહરણ કર્યું હતું અને બાદમાં તેમની હત્યા કરી દીધી હતી.