નવી દિલ્હી: સરહદ પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે રશિયા પાસેથી 21 નવા મિગ-19 અને 12 સુખોઈ ફાઈટર જેટ ખરીદશે. કેન્દ્ર સરકારે તેની મંજૂરી આપી દીધી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કુલ 38900 કરોડ રૂપિયાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.


સરંક્ષણ મંત્રાલયે 59 વર્તમાન મિગ-29ના અપગ્રેડેશન સાથે 12 એસયૂ-30 એમકેઆઈ અને 21 મિગ-29 સહિત રશિયા પાસેથી 33 નવા ફાઈટર જેટ લેવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટની કુલ કિંમત 18148 કરોડ રૂપિયા થશે. તેની સાથે જ રક્ષા મંત્રાલયે ભારતીય વાયુ સેના અને નૌસેના માટે 248 શસ્ત્ર બિયોન્ડ બિઝ્યુઅલ રેન્જ એર ટૂ એર મિસાઈલોના અધિગ્રહણને પણ મંજૂરી આપી દીધી છે. ડીઆરડીઓ દ્વારા એક 1000 કિલોમીટરની સ્ટ્રાઈક રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઈલની ડિઝાઈન પણ ક્લીયર કરી દેવામાં આવી છે.



ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે 38900 રૂપિયાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જેમાંથી 31130 કરોડ રૂપિયાનું અધિગ્રહણ ભારતીય ઈન્ડસ્ટ્રીથી થશે. પિનાકા રોકેટ લોન્ચર, બીએમપી કોમ્બેટ વ્હીકલ અપગ્રેડ અને સેના માટે સોફ્ટવેર ડિફાઈન્ડ રેડિયોને મંજૂરી આપવામાં આવી છે.