નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. દિલ્હીના કાપસહેડા વિસ્તારના એક મકાનમાંથી 41 કોરોના પોઝિટિવ દર્દી મળી આવતાં હાહાકાર મચી ગયો છે.

DM દિલ્હી દક્ષિણ-પશ્ચિમ કાર્યાલયના જણાવ્યા મુજબ, કાપસહેડામાં ડીસી કાર્યાલયની પાસે ઠેકે વાલી ગલીની ઈમારતમાં 41 લોકો કોવિડ-19 પોઝિટિવ મળી આવ્યા છે. એક વ્યક્તિનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ 19 એપ્રિલે ઈમારતને સીલ કરી દેવામાં આવી હતી.


કોરોના સંક્રમિતોની સંખ્યમાં દિલ્હી દેશમાં મહારાષ્ટ્ર, ગુજરાત પછી ત્રીજા ક્રમે છે. દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા 3738 છે. 61 લોકોના મોત થયા છે અને 1167 લોકો સ્વસ્થ થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોનાથી સંક્રમિતોની સંખ્યા 37,336 પર પહોંચી છે. જેમાંથી 1218 લોકોના મોત થયા છે. જ્યારે 9950 લોકો સાજા થઈ ગયા છે. હાલ 26,167 કેસો સક્રિય છે.