નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 14 જાન્યુઆરીથી નોમિનેશન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ 14 જાન્યુઆરી સુધીમાં પોતાની ઉમેરવાની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. 2015માં 70માંથી 67 બેઠકો પર જીત મેળવનારી આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, ગોપાલ રાય સહિત તમામ મોટા ચહેરોાઓ પર દાવ લગાવી શકે છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણી લડેલા દિલીપ પાંડે, આતિશી અને રાધવ ચડ્ડાને વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપી શકે છે. અલકા લાંબાના કૉંગ્રેસમાં સામેલ થયા બાદ પાર્ટી કૉંગ્રેસના પૂર્વ નેતા પ્રહલાદ સહાનીને ચાંદની ચોકથી પોતાના ઉમેદવાર બનાવી શકે છે.

આમ આદમી પાર્ટી દિલ્હી વિધાનસભા ચૂંટણી અરવિંદ કેજરીવાલને ચહેરા પર લડી રહી છે. 2013માં શીલા દીક્ષિતને હરાવી પ્રથમ વખત ધારાસભ્ય બનેલા કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડવાની શક્યતા છે. ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પટપડગંજ બેઠક પરથી જ ચૂંટણી લડશે. ગોપાલ રાય બાબરપુર અને સત્યેંદ્ર જૈન શકૂરબસ્તીથી ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે.

દિલ્હીમાં વિધાનસભાની કુલ 70 બેઠકો છે. તમામ બેઠકો પર 8 ફેબ્રુઆરીના મતદાન થશે. ચૂંટણીના પરિણામ 11 ફેબ્રુઆરીના જાહેર થશે. રાજ્યમાં આચારસંહિતા લાગૂ કરી દેવામાં આવી છે. આ વખતે 1.46 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 13750 પોલિંગ સ્ટેશન બનાવાશે. 2689 જગ્યાઓ પર મતદાન થશે. 90 હજાર કર્મચારીઓ ચૂંટણીમાં તૈનાત રહેશે.