અમદાવાદઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીની તમામ 70 સીટો માટે 8 ફેબ્રુઆરીએ વોટિંગ યોજાશે. વોટિંગ તારીખ નજીક આવવાની સાથે જે રાજકીય માહોલ પણ જામી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કરશે પ્રચાર.


ગુજરાતના કયા નેતાઓ કરશે પ્રચાર

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓને વિસ્તાર પ્રમાણે જવાબદારી સોંપવામાં આવી છે. 30 જાન્યુઆરીથી તેઓ દિલ્હીમાં ધામા નાંખશે.  લલિત વસોયા, લલિત કગથરા, કિરીટ પટેલ, ઋત્વિજ મકવાણા, સહિતના નેતાઓ દિલ્હી વિધાનસભામાં ચૂંટણી પ્રચાર કરશે.

2015માં કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી

ગત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 67 સીટો જીતી હતી, જ્યારે ભાજપ માત્ર ત્રણ સીટ જ જીતી શક્યું હતું. 15 વર્ષ સુધી દિલ્હીમાં સત્તામાં રહેલી કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી. 2015 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 54 ટકા, બીજેપીને 32 ટકા અને કોંગ્રેસને 10 ટકા વોટ મળ્યા હતા.

ભાજપ-કોંગ્રેસના CM પદના ઉમેદવાર કોણ ?

દિલ્હીમાં આમ આદમી પાર્ટી તરફથી અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી પદનો ચહેરો છે. પરંતુ ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી.

લોકસભામાં ભાજપે મારી બાજી

2019ની લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં ભાજપે તમામ સાત સીટો પર વિજય મેળવ્યો હતો. 2019 લોકસભા ચૂંટણીમાં મળેલા વોટ શેરના આધારે ભાજપને 65 અને કોંગ્રેસને 5 સીટ મળી શકે છે. આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થતાં નજરે પડે છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને 56 ટકા, કોંગ્રેસને 22.5 ટકા અને આમ આદમી પાર્ટીને 18.1 ટકા વોટ મળ્યા હતા.

દિલ્હી ચૂંટણીઃ આમ આદમી પાર્ટીના આ ઉમેદવાર છે સૌથી ધનિક, જાણો કેટલી છે સંપત્તિ

ટ્રાવેલ એજન્ટને 21 લાખનો ચૂનો લગાવવાના આરોપમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સામે નોંધાઈ FIR, જાણો વિગતે

INDvNZ: આવતીકાલે પ્રથમ T20, કોહલી પાસે સીરિઝમાં આ રેકોર્ડ બનાવવાની છે તક, જાણો વિગતે