Arvind Kejriwal : દિલ્હી વિધાનસભામાં હંગામા વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વિશ્વાસ મત પ્રસ્તાવની તરફેણમાં 58 મત પડ્યા હતા. જ્યારે વિપક્ષમાં એક પણ મત પડ્યો ન હતો. જે પછી વિશ્વાસ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. હકીકતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને તોડવા અને કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડના આરોપો વચ્ચે આજે દિલ્હી વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. દરમિયાન વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો.
દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે આજે દિલ્હીમાં બીજેપીનું ઓપરેશન લોટસ નિષ્ફળ ગયું છે. તેણે લગભગ 10 રાજ્યોમાં 20 કરોડમાં ધારાસભ્યો ખરીદ્યા છે, દિલ્હીમાં પણ 40 ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ થયો હતો. 20 કરોડ રૂપિયા ઓછા હોતા નથી તેમ છતાં અહીં કોઈ વેચાયું નથી. તેમણે કહ્યું કે AAP ધારાસભ્ય જેલમાં છે, એક કેનેડામાં અને ત્રીજો ઓસ્ટ્રેલિયામાં છે. આ પછી પણ 58 વોટ અમારી તરફેણમાં પડ્યા છે.
સંગમ વિહાર કેસ અંગે અરવિંદ કેજરીવાલે કહ્યું કે બાળકીને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવશે અને દોષિતોને સખત સજા કરવામાં આવશે. તેમણે કહ્યું કે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત છે, LG અને કેન્દ્ર સરકારે તેના પર પગલાં લેવા જોઈએ.
Koffee With Karan 7: દિશા પાટની સાથે બ્રેકઅપ થયા બાદ ટાઈગર શ્રોફે કર્યો ખુલાસો, કહી આ મોટી વાત
Asia Cup 2022: હોંગકોંગ વિરુદ્ધ Suryakumar Yadavએ મચાવી તબાહી, અંતિમ ઓવરમાં ફટકારી ચાર સિક્સ
GDP Data: ભારતીય અર્થવ્યવસ્થાએ રફ્તાર પકડી, 2022-23નો પ્રથમ ત્રિ-માસિક GDP દર 13.5 ટકા નોંધાયો