નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતાનું અપહરણ કરવાનો એક ઇમેલ મુખ્યમંત્રી કાર્યલાયને મળ્યો છે. આ ધમકીભર્યો ઇમેલ કેજરીવાલની ઓફિસિયલ ઇમેલ આઇડી પર 9 જાન્યુઆરીએ મળ્યો હતો. જેના પગલે દિલ્હી પોલીસે હર્ષિતાની સુરક્ષા વધારી દીધી છે. મેલમાં કેજરીવાલને સંબોધિને લખવામાં આવ્યું છે કે ‘તમે તમારી પુત્રીને બચાવી શકતા હોય તો, બચાવી લો. અમે તેનું અપહરણ કરી લઇશું.’

અપહરણ સંબંધીત મેલ મળ્યા બાદ દિલ્હી પોલીસે હર્ષિતાને પ્રોટેક્ટિવ સર્વિસ ઓફિસર્સની સુરક્ષા આપી છે. આ મામલે તપાસ સાયબર સેલને સોંપવામો આવી છે. જો કે મેલ મોકલનારની હજુ સુધી કોઈ જાણકારી મળી નથી.
અગાઉ પણ સીએમ કેજરીવાલને જાન થી મારી નાખવાની ધમકીઓ મળી ચુકી છે. 2017માં મુખ્યમંત્રી કાર્યલયને ઇમેલ મારફતે અને વર્ષ 2016માં દિલ્હી પોલીસના ઇમરજન્સી નંબર 100 પર કોલ કરીને મારવાની ધમકી મળી હતી. દિલ્હી સરકારે આ ઘટનાઓની પોલીસ ફરિયાદ પણ કરી હતી.