દિલ્હીમાં અત્યાર સુધી કુલ 5,86,125 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 5,48,376 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોના વાયરસથી દિલ્હીમાં અત્યાર સુધી કુલ 9497 દર્દીઓના મોત થયા છે. દિલ્હીમાં હાલ પોઝિટિવીટી રેટ 8.9 ટકા છે. રાજધાનીમાં હાલ 28252 એક્ટિવ દર્દી છે. તેમાંથી 16950 દર્દી હોમ આઈસોલેશનમાં છે. દિલ્હીમાં કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા 5909 થઈ ગઈ છે.
દિલ્હીમાં શુક્રવારે 85003 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજધાની દિલ્હીમાં અત્યાર સુધી 65,85,703 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.