નવી દિલ્લી: એક સ્થાનિક અદાલતે દક્ષિણપંથી સંગઠનના નેતાની હત્યા માટે ગુંડાઓને સોપારી આપવાના મામલે અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગી છોટા શકીલની વિરૂધ્ધમાં બીન જામીન પાત્ર વોરંટ ઈસ્યું કર્યો છે. મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સુમિત દાસે દિલ્લી પોલીસના ખાસ સેલની એક અરજી પર બીન જામીનપાત્ર વોરંટ લાગુ કર્યો છે. પોલીસના ખાસ સેલ દ્વારા બંનેની વિરૂધ્ધમાં બીન જામીનપાત્ર વોરંટ ઈસ્યું કરવાની અરજી કરવામાં આવી હતી. તેઓએ અખિલ ભારતીય મહાસભાના નેતા સ્વામી ચક્રપાણીની હત્યાનું કાવતરૂ ધડ્યું હતું.


પોલીસના જણાવ્યા મુજબ સ્વામીએ મુંબઈ સરકાર દ્વારા કરવામાં આવેલી હરાજીમાં દાઉદ ઈબ્રાહિમની કાર ખરીદી હતી, ત્યારબાદ ગાજીયાબાદમાં આગ લગાવી દિધી હતી. આ વર્ષે જૂનમાં ચાર વ્યક્તિઓ જુનેદ, રોજર, યુસુફ અને મનિષની ધરપકડ કરવામાં આવી હતી, કારણ કે તે દક્ષિણપંથી નેતાની હત્યાનું કાવતરૂ ધડી રહ્યા હતા.

પોલીસે દાવો કર્યો હતો કે પુછપરછ દરમિયાન જુનૈદે ખુલાસો કર્યો હતો કે શકીલે તેમને પૈસા આપ્યા હતા અને ચક્રપાણીની હત્યા કરવાનું કહેવામાં આવ્યું હતું. જેના કારણે દાઉદની કારને આગ લગાવવા માટે સબક સીખડાવવામાં આવે. પોલીસે જણાવ્યું કે તેની પાસેથી બે પિસ્તોલ અને 10 ગોળીઓ મળી આવી છે.