નવી દિલ્હીઃ Enforcement Directorate (પ્રવર્તન નિદેશાલય)ની ફરિયાદ પર કોલકત્તા પોલીસ વિરુદ્ધ દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચે એફઆઇઆર નોંધી છે. સુત્રો અનુસાર, અભિષેક બેનર્જીના કેટલાક દસ્તાવેજો યોગ્ય નથી મળ્યા, જેમાં ઓર્ડર કોલકત્તા પોલીસ તરફથી હતો, પણ ઇડીએ દિલ્હી પોલીસને ફરિયાદ કરી ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે FIR નોંધી છે.
જાણકારી અનુસાર, ઇડી અભિષેક બેનર્જી વિરુદ્ધ કેસ નોંધવા જઇ રહી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ઇડીએ પશ્ચિમ બંગાળમાં કથિત કોલસા ગોટાળા સાથે જોડાયેલા મની લૉન્ડ્રીંગના એક કેસમાં પુછપરછ માટે ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીને પુછપરછ માટે બોલાવ્યો હતો. તેની પત્ની રુજિરા બેનર્જી પણ ઇડીના નિશાને છે.
મની લૉન્ડ્રિંગ અંતર્ગત નોંધવામાં આવ્યો કેસ -
ઇડીએ સીબીઆઇ દ્વારા નોંધવામાં આવેલી નવેમ્બર 2020 ની તે એફઆઇઆરના આધાર પર મની લૉન્ડ્રિંગ રોકથામ કાયદા 2002ની જોગવાઇઓ અંતર્ગત કેસો નોંધવામાં આવ્યો છે. જેમાં આસનસોલ અને તેની આપસાસના કુનુસ્તોરિયા અને કજોરા વિસ્તારોમાં ઇસ્ટર્ન કૉલફિલ્ડ્સ લિમીટેડની ખાણો સંબંધિત કરોડો રૂપિયાના કોલસા ગોટાળાનો આરોપ લગાવ્યો છે. ઇડીએ દાવો કર્યો છે કે ટીએમસી સાંસદ આ ગેરકાયદે વેપારમાંથી પૈસાના લાભાર્થી છે, બેનર્જીએ તમામ આરોપોને ઇન્કાર કરી દીધા છે.
આ પણ વાંચો.......
Heatwave Alert: ગુજરાતના 12 શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર, આગામી 5 દિવસ યલો એલર્ટની આગાહી
LIC IPO Update: LICનો IPO ગ્રે માર્કેટમાં 5 થી 7 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે, જાણો વિગતો
દિલ્હીમાં કોરોનાની સ્પીડે વધારી ચિંતા, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1490 નવા કેસ
અખાત્રીજ પર સસ્તું સોનું ખરીદવું છે ? 4 દિવસ માટે અહીં મળી રહી છે બમ્પર ઑફર
બાળકી સાથે રેપ વિથ મર્ડર કેસમાં સુરત પોલીસની ઝડપી કામગીરી,15 દિવસમાં જ રજુ કરવામાં ચાર્જશીટ