Delhi Election Result 2020: આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. જેમાં આમ આદમી પાર્ટી 61 સીટો પર આગળ ચાલી રહી છે જ્યારે ભાજપ 9 બેઠકો પર આગળ ચાલી રહી છે. જોકે અરવિંદ કેજરીવાલના ખાસ એવા મનિષ સિસોદિયા અને ભાજપના ઉમેદવાર વચ્ચે રસાકસી ચાલી હતી. જોકે આખરે મનિષ સિસોદિયાનો વિજય થયો હતો. જીત થતાં જ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.


અરવિંદ કેજરીવાલના ખાસ એવા મનિષ સિસોદિયા દિલ્હીમાં પ્રતાપગંજ બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતાં. મનિષ સિસોદિયા સામે ભાજપના ઉમેદવાર રવિંદર સિંહ નેગી ચૂંટણી લડ્યાં હતાં. ભાજપના ઉમેદવાર પહેલા આગળ ચાલી રહ્યાં હતા જોકે અચાનક મનિષ સિસોદિયા આગળ નીકળી ગયા હતા. આખરે મનિષ સિસોદિયાનો 3207 મતોથી વિજય થયો હતો.

મનિષ સિસોદિયાને હાલ 69,974 મત મળ્યાં છે જ્યારે ભાજપના ઉમેદવાર રવિંદર સિંહ નેગીને 66,703 મત મળ્યાં હતા.