નવી દિલ્હી: રાજધાની દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં એકવાર ફરી આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે.  ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે સાંજે 8.30 કલાક સુધીમાં દિલ્હીની 70 પૈકી 62 સીટના પરિણામ જાહેર થયા છે. જેમાં આમ આદમી પાર્ટી(AAP)નો 55 અને 7 સીટ પર ભાજપ(BJP)નો વિજય થયો છે. જ્યારે 7 પર આમ આદમી પાર્ટી લીડમાં છે, ભાજપ 1 બેઠક પર આગળ છે. કોંગ્રેસનું ક્યાંય નામ નિશાન નથી.


દિલ્હી ચૂંટણીમાં ધમાકેદાર જીત બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કનૉટ પ્લેસના હનુમાન મંદિર પહોંચીને પૂજા-અર્ચના કરી અને આશીર્વાદ લીધા. આ દરમિયાન તેમની સાથે પુત્ની સુનીતા કેજરીવાલ, તેમની દીકરી અને દીકરો પણ સાથે હતા. મનીષ સિસોદિયા પણ મંદિરમાં દર્શન માટે સાથે આવ્યા હતા.

જીત બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું, દિલ્હીના લોકોએ ગજબ કરી દીધું. આઈ લવ યૂ. તમામ દિલ્હીવાસીઓનો દિલથી આભાર. ત્રીજી વખત આપના પુત્ર પર વિશ્વાસ મુકવા બદલ દિલ્હીવાસીઓનો હ્રદયથી આભાર વ્યક્ત કરું છું. આ દરમિયાન મંચ પર કેજરીવાલ સાથે તેમના પત્ની પણ હતા, તે સિવાય સંજય સિંહ, રાઘવ ચડ્ઢા અને સંજય સિંહ ઉપસ્થિત હતા. કેજરીવાલે ક્હ્યું, આ માત્ર દિલ્હીના લોકોની જીત નથી ભારત માતાની જીત છે. સમગ્ર દેશની જીત છે. આજે મંગળવાર છે, હનુમાનજીનો દિવસ છે. હનુમાનજીનો ખૂબ ખૂબ આભાર.


જમ્મુ-કાશ્મીર ભાજપના પ્રમુખ રવિન્દર રૈનાએ કહ્યું, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કરેલા હનુમાન ચાલીસાના પાઠથી તેમની પાર્ટીને દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ જીતવામાં મદદ મળી છે.


દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હનુમાન ચાલીસા અને હનુમાન પૂજાનો પણ એખ મુદ્દો બન્યો હતો. ટીવી ચેનલના કેમેરા પર કેજરીવાલે હનુમાન ચાલીસા ગાઈને સંભળાવી તો ભાજપે તેને હારની ડર લાગતો હોવાનું જણાવ્યું હતું. જ્યારે કેજરીવાલ હનુમાન મંદિર પહોંચ્યા ત્યારે બીજેપીએ એક વીડિયો જાહેર કરીને એવું બતાવવાની કોશિશ કરી હતી કે કેજરીવાલ જૂત્તા ઉતાર્યા બાદ હાથ ધોયા વગર હનુમાનજીની પૂજા કરી હતી.

Delhi Election Results: પી ચિદમ્બરમે કહ્યું,- AAPની જીત થઈ, મૂર્ખ બનાવતા તથા ફેંકનારા લોકોની હાર થઈ

Delhi Election Results: બિજવાસન સીટ પરથી AAPના ઉમેદવારનો માત્ર કેટલા મતથી થયો વિજય ? જાણો વિગત

Delhi Election Results: ‘હનુમાન ચાલીસાના પાઠથી કેજરીવાલ જીત્યા’, BJPના દિગ્ગજ નેતાનું નિવેદન